અમરેલીમાં ડીમોલેશનને લઈને ભાજપના નેતાનું ધગધગતું ટ્વીટ, તંત્ર પર કર્યા પ્રહારો

Niket Sanghani

• 08:33 AM • 23 May 2023

હિરેન રવૈયા, અમરેલી: જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં નામ ધરાવતા ડૉ. ભરત કાનબાર પોતાના ટ્વિટને લઈ સતત ચર્ચામાં રહેતા હોય…

ડીમોલેશનને લઈ નારાજ થયા ભાજપના નેતા?

ડીમોલેશનને લઈ નારાજ થયા ભાજપના નેતા?

follow google news

હિરેન રવૈયા, અમરેલી: જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં નામ ધરાવતા ડૉ. ભરત કાનબાર પોતાના ટ્વિટને લઈ સતત ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે અમરેલીમાં ડિમોલેશનને લઈ તૈયારી શરૂ કરવામાં આવી છે. જેને લઈ ડૉ. ભરત કાનબારે તંત્રને આડેહાથ લેતા ટ્વિટ કર્યું છે. તેમણે કહ્યું કે, પ્રાઇવેટ મિલ્કત ને કે ટ્રાફિક ને અડચણરૂપ ના હોય તેવા નાના ધંધાર્થી ઓનાં લારી-ગલ્લા હટાવવામાં કોઈ બહાદુરી નથી.

આ પણ વાંચો

24 અને 25 મે ના રોજ અમરેલી શહેરમાં ડીમોલેશન થશે. ત્યારે અમરેલી માં ડીમોલેશનને લઈ તૈયારી શરૂ થઈ ચૂકી છે. સાવરકુંડલા, ધારી બાદ અમરેલીમાં દબાણ હટાવવા ડીમોલેશન કરવામાં આવશે. આ દરમિયાન ડીમોલેશનને લઈ આજે અમરેલીના રાજમાર્ગો પર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઇ હતી. જે સરકારી જગ્યાઓ પર થયેલા દબાણ વાળા વિસ્તારોમાં પોલીસની ફ્લેગ માર્ચ નીકળી હતી. ત્યારે ફ્લેગમાર્ચને અને દબાણ હટાવવા મામલે ડૉ. ભરત કાનબારે ટ્વિટ કરી તંત્રના કાન ખેચયા છે.

જાણો શું કહ્યું ભાજપના નેતાએ
દબાણ થતું હોય ત્યારે સુતા રહેતા તંત્રને અચાનક જ દબાણો હટાવવાનું જોશ ચડ્યું છે.જાણે યુદ્ધ હોય તેમ પોલીસની ફ્લેગ માર્ચ થાય છે. પ્રાઇવેટ મિલકતને કે ટ્રાફિકને અડચણરૂપ ના હોય તેવા નાના ધંધાર્થીઓના લારી-ગલ્લા હટાવવામાં કોઈ બહાદુરી નથી. ગરીબોની આજીવિકા છીનવી કોઈ શહેર સુંદર બની શકે નહિ.

 

    follow whatsapp