અમરેલી : જિલ્લાના ધારીમાં ભાજપના મહિલા નેતાની હત્યા થઈ છે. આજે જ પૂર્વ સાંસદ દ્વારા અમરેલીમાં કાયદો અને વ્યસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠાવ્યાની ગણત્રીના સમયમાં જ ભાજપનાં નેતાની હત્યા થતા ચકચાર મચી ગઇ છે. ભાજપના મહિલા નેતાની પાડોશી સાથેની તકરારમાં થયેલા હુમલામાં તેમનું મોત નિપજ્યું હતું. સામાન્ય બોલાચાલી બાદ ભાજપના મહિલા નેતા સહિત તેના પતિ-પુત્ર પર પણ જીવલેણ હુમલો થયો હતો. જેમાં ભાજપના મહિલા નેતાનું મોત નિપજ્યું હતું જ્યારે તેમના પુત્રને ગંભીર ઇજાઓ થઇ હતી.
ADVERTISEMENT
સામાન્ય બોલાચાલીમાં પાડોશી તલવાર લઇને તુટી પડ્યાં
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર અમરેલી જિલ્લાના ધારીમાં રહેતા ભાજપના નેતા મધુબેન જોશી અને તેમના પતિ તથા પુત્ર પર તેમના જ પાડોશીઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સામાન્ય બોલાચાલીમાં થયેલા હુમલામાં ભાજપના મહિલા નેતાને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે તેમના પુત્રને પણ ગંભીર ઈજા ગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. મધુબને જોષી ધારી તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય પણ રહી ચુક્યા છે. ભાજપના નેતાની હત્યા થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.
આજે જ વિરજી ઠુમ્મરે અમરેલીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા હતા
ધારીમાં ભાજપના નેતાની હત્યાથી પોલીસ તંત્ર હરકતમાં આવી ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ મહિલા મોરચાના પ્રમુખ મધુબેન જોશી અને તેમના પરિવાર પર પાડોશીએ તલવારથી જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં તેમનું મોત થયું છે.અત્રે ઉલ્લેખનીય છે કે, અમરેલીમાં કાયદો વ્યવસ્થા અંગે આજે જ કોંગ્રેસી નેતા વિરજી ઠુંમ્મરે સવાલો ઉઠાવ્યા છે ત્યાં ભાજપના નેતાની હત્યા થતાં જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠી રહ્યાં છે.
ADVERTISEMENT