ભાજપના નેતા સત્તાના નશામાં ભાન ભૂલ્યા, સિંહની પજવણી કરી વિડીયો કર્યો વાયરલ

અમરેલી: એક તરફ સિંહોને ગીરનું ઘરેણું ગણવામાં આવે છે. ત્યારે બીજી તરફ સિંહની હાલત હવે દયનીય સ્થિતિમાં મુકાઇ છે. અમરેલી વનવિભાગ તરફ અનેક સવાલો ઉઠયા…

gujarattak
follow google news

અમરેલી: એક તરફ સિંહોને ગીરનું ઘરેણું ગણવામાં આવે છે. ત્યારે બીજી તરફ સિંહની હાલત હવે દયનીય સ્થિતિમાં મુકાઇ છે. અમરેલી વનવિભાગ તરફ અનેક સવાલો ઉઠયા છે. ત્યારે વધુ એક વખત વનવિભાગ વિવાદના વંટોળમાં ફસાયું છે. અમરેલી જિલ્લાના બગસરા તાલુકા ભાજપ પ્રમુખને જાણે કાયદાનો કોઈ ડર ન હોય તેમ સિંહની પજવણી કરી અને સોશિયલ મીડિયામાં ફોટો અને વિડીયો શેર કરતાં વનવિભાગની કામગીરી પર સવાલો ઉઠયા છે.

હજુ થોડા દિવસ પહેલા જ સિંહ નેશનલ હાઇવે પર ફરતા જોવા મળ્યા હતા ત્યારે પણ વન વિભાગની ભારે ટીકા થઈ હતી. ત્યારે હવે ફરી એક વખત વન વિભાગની બેદરકારી સામે આવી છે. સત્તાના નશામાં રહેલા બગસરા શહેર ભાજપના પ્રમુખે સિંહની પજવણી કરી અને પોતે જ તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતાં અનેક સવાલો ઉઠયા છે.

બગસરા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર દ્વારા સિંહોની પજવણી કરવામાં આવી છે. ત્યારે આ વિડીયો સોશિયલ મીડીયામાં પણ વાયરલ થઈ ચૂક્યા છે. ત્યારે સતત સિંહોની સુરક્ષાને લઈ વાતો કરતાં વનવિભાગ પર ફરી એક વખત સવાલો ઉઠયા છે. સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા સિંહોની પજવણી કરતાં હવે જોવાનું રહ્યું કે વન વિભાગ દ્વારા કેવા પ્રકારના પગલાં ભરવામાં આવે છે.

(વિથ ઈનપુટ હિરેન રવૈયા, અમરેલી)

    follow whatsapp