જયપુર : રાજસ્થાનમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ખળભળાટ મચાવનારી ઘટના છે. રાજસ્થાનના ભાજપના પૂર્વ બુથ પ્રમુખ બાપુલાલ અંજનાના 28 વર્ષીય પુત્ર એકમાત્ર પુત્ર બંટી ઉર્ફે વિકાસ અંજનાની ધોળા દિવસે જાહેરમાં હત્યા કરી નાખવામાં આવી હતી. ગુરૂવારે સાંજે આશરે 5 વાગ્યે 3 લોકોએ તેને ઘેરી લીધો હતો. ઘટના સ્થળે જ 8 ગોળી તેની છાતીમાં મારી દીધી હતી. ફાયરિંગમાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
ADVERTISEMENT
ઘટના રાજસ્થાનના ચિત્તોગઢમાં બનતા પોલીસ તંત્ર સામે સવાલ
આ ઘટના રાજસ્થાનના ચિત્તોડગઢના નિમ્બહેરાની છે. કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ઘટના અંગેના સીસીટીવી ફુટેજ પણ હવે સામે આવ્યા છે. કેસુંદાના રહેવાસી બંટીના મિત્ર લલિત પ્રજાપતિ 6 મહિનાની પુત્રીનું મૃત્યુ નિપજતા બંટી ત્યાં શોખ વ્યક્ત કરવા માટે ગયો હતો. લલિતને મળીને ત્રણેય બાઇક પર પરત ફરી રહ્યા હતા. સાંજે 5 વાગ્યે રસ્તામાં નિમ્બહેરા જેલની સામે એક બદમાશે બાઇકને અટકાવડાવી હતી.
બાઇક અટકાવીને જાહેરમાં 12 રાઉન્ડ ફાયર કર્યા
બાઇક રોકતાની સાથે જ અસામાજિક તત્વોએ ખિસ્સામાંથી પિસ્તોલ કાઢી હતી. જેથી વિકાસ અને દેવેન્દ્ર દોડીને એક ખુણામાં જતા રહ્યા હતા. જેથી બંટી એકલો પડી ગયો હતો. અચાનક પાછળથી આવેલા બે બદમાશોએ બંટીને એક ગાડીની સામે પછાડ્યો હતો. ધડાધડ ગોળીઓ મારી દીધી હતી.
મિત્રોએ હોસ્પિટલ લઇ ગયા પરંતુ રસ્તામાં જ નિપજ્યું મોત
ત્રણ બદમાશોએ બંટી પર 10 થી 12 રાઉન્ડ ફાયર કર્યું તે પૈકીની 8 ગોળીઓ તેને વાગી હતી. ફાયરિંગ બાદ તમામ ભાગી છુટ્યા હતા. બંટી ગોળીબાર બાદ રસ્તા પર તડપતો રહ્યો હતો. ત્યાર બાદ બંટીના મિત્રો પરત ફર્યા અને પોલીસની મદદથી તેને હોસ્પિટલ ખસેડાયો. જો કે ફરજ પરના તબિબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો છે. હાલ તો સીસીટીવી વાયરલ થઇ રહ્યા છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ આદરી છે.
ADVERTISEMENT