ભાજપના નેતાએ Arvind Kejriwalને કહ્યાં ‘દંભી’, કહ્યું- ચૂંટણી ટાણે જ યાદ આવે છે ગુજરાત

Rajkot News: આજે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી સાથે ગુજરાત આવતા અરવિંદ કેજરીવાલ લોકસભાની…

gujarattak
follow google news

Rajkot News: આજે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી સાથે ગુજરાત આવતા અરવિંદ કેજરીવાલ લોકસભાની ચૂંટણીની સમીક્ષા બેઠક કરશે. આ સાથે જ તેઓ જેલમાં બંધ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને પણ મળવા માટે પહોંચશે. આ સાથે જ તેઓ નેત્રંગમાં એક સભાને પણ સંબોધશે. ત્યારે અરવિંદ કેજરીવાલની નેત્રંગમાં સભાને લઈને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું કે, અરવિંદ કેજરીવાલને ચૂંટણી સમયે જ ગુજરાતની યાદ આવે છે, અરવિંદ કેજરીવાલ દંભી છે.

ગુજરાતીઓ કોઈની વાતમાં નહીં આવેઃ ભરત બોઘરા

અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ પર ભરત બોઘરાએ જણાવ્યું કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ચૂંટણી સમયે જ ગુજરાતની યાદ આવે છે, ગુજરાતીઓ કોઈની વાતમાં એમ આવે નથી. ચૂંટણી આવે ત્યારે સ્ટંટ કરવા ગુજરાત આવી જાય છે. આવા અનેક લોકો આવ્યા જેમને ગુજરાતની જનતાએ તેમનું સ્થાન બતાવી દીધું છે.

‘તેમની અડધી કેબિનેટ અત્યારે જેલમાં’

તેઓએ જણાવ્યું કે, આ નરેન્દ્ર મોદીનું ગુજરાત છે, તેમની વાતોમાં કોઈ નહીં આવે, દિલ્હી સરકારમાં આમ આદમી પાર્ટીની સરકારે એટલા ગોટાળા કર્યા કે તેમની અડધી કેબિનેટ અત્યારે જેલમાં છે, અન્ના હજારે સાથે પહેલા તેમણે વિશ્વાસ ઘાત કર્યો. ભ્રષ્ટાચાર સામે આંદોલન કરનાર નેતાની અડધી કેબિનેટ ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં છે.

અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે

આપને જણાવી દઈએ કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાત તકને મળેલી એક્સક્લુઝિવ માહિતી મુજબ, અરવિંદ કેજરીવાલ આજે બપોરે વડોદરા એરપોર્ટ પર પહોંચશે. અહીંથી તેઓ નેત્રંગમાં જનસભાને સંબોધશે.

ચૈતર વસાવાને મળવા જશે જેલમાં

આ બાદ સાંજે 7 વાગ્યે તેઓ પ્રદેશ આગેવાનો સાથે મુલાકાત કરીને લોકસભાની ચૂંટણીની સમીક્ષા બેઠક કરશે અને વડોદરામાં જ રાત્રિ રોકાણ કરશે. આ બાદ તેઓ સોમવારે 11 વાગ્યે રાજપીપળા જેલમાં ચૈતર વસાવાને મળવા માટે પહોંચશે. તેમની મુલાકાત માટે જેલ તંત્ર તરફથી પણ મંજૂરી આપી દેવામાં આવી છે. આ બાદ તેઓ દિલ્હી જવા માટે રવાના થશે.

(વિથ ઈનપુટઃ રોનક મજેઠિયા, રાજકોટ)

    follow whatsapp