અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે તમામ રેકોર્ડ તોડયા છે. ત્યારે હવે ભાજપની નજર લોકસભાની ચૂંટણી પર છે. લોકસભાની તમામ બેઠકો ત્રિજી ટર્મમાં જીતવા માટે એક્શન મોડમાં જોવા મળી રહી છે. રાજ્યમાં ભાજપે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. આ દરમિયાન ભાજપે અન્ય રાજ્યના નેતાઓને ગુજરાતની જવાબદારી સોંપી છે.
ADVERTISEMENT
જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ હવે એલેક્શન મોડ પર જોવા લઈ રહ્યું છે. આ દરમિયાન ભાજપ તમામ બેઠકો જીતવાની હેટ્રીકની તૈયારીઓ આરંભી દીધી છે. ભાજપે 2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપે અન્ય રાજ્યના નેતાઓને ગુજરાતની જવાબદારી સોંપી છે. ભાજપે ભગવત કરાડ, પૂર્વ કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન, મહારાષ્ટ્રના પૂર્વ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ, નારાયણ રાણે, સુધીર ગુપ્તા અને શ્યામ જાજુ ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી છે.
પાટીલ રણનીતિ ઘડવામાં વ્યસ્ત
ભાજપના પ્રદેશ પ્રમુખે લોકસભાની ચૂંટણીને લઈ ટાર્ગેટ પણ આપી દીધો છે. વિપક્ષોની ડિપોઝિટ જપ્ત થાય તે માટે ની રણનીતિ ઘડી રહ્યા છે. આ સાથે જ વિધાનસભાની ચૂંટણી બાદ એક ડઝન જિલ્લાના પ્રમુખોની બદલી કરી હતી. પાટીલ લોકસભાની ચૂંટણી માટે રણનીતિ ઘડવામાં વ્યસ્ત છે. ચૂંટણી જીતેલા અપક્ષ ધારાસભ્યોને પણ સાથે લઈને ભાજપ રણનીતિ બનાવી રહી છે. લોકસભા 2024ની ચૂંટણીને લઈને ભાજપે અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. વિધાનસભાની ચૂંટણીમાં જ્યાં ઓછા માર્જિનથી હાર થઈ હતી, એવી બેઠકો પર ફોક્સ કરવામાં આવી રહ્યું છે. બુથ કમિટીઓને મજબૂત કરી લોકસભામાં કેવી રીતે વધુને વધુ મત મળે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT