ભાજપમાં ભડકોઃ લુણાવાડાના કરોડપતિ આગેવાને અપક્ષમાંથી કરી ઉમેદવારી

મહીસાગરઃ લુણાવાડા વિધાનસભા બેઠક માટે ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે. ઓબીસી સમાજના કરોડોપતિ આગેવાને બગાવત કરી અપક્ષમાંથી ઉમેદવારી કરી છે. લુણાવાડા વિધાનસભા બેઠક માટે…

gujarattak
follow google news

મહીસાગરઃ લુણાવાડા વિધાનસભા બેઠક માટે ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે. ઓબીસી સમાજના કરોડોપતિ આગેવાને બગાવત કરી અપક્ષમાંથી ઉમેદવારી કરી છે. લુણાવાડા વિધાનસભા બેઠક માટે ભાજપમાંથી ટિકિટ નહીં મળતા ઓબીસી સમાજના ધનાઢ્ય આગેવાન નારાજ થયા હતા અને અપક્ષ ઉમેદવારી કરી હતી. ઉલ્લેખનીય છે કે ટિકિટોની વહેંચણી દરમિયાન ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને પણ આવી નારાજગીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઠેરઠેર નારાજગીના સૂર ઉઠ્યા છે. જેને લઈને ડેમેજ કંટ્રોલ કરવાની કામગીરીમાં પણ હાઈકમાન્ડ જોતરાયું છે પરંતુ ક્યાંક ડેમેજ કંટ્રોલ થઈ શક્યું તો ક્યાંક હજુ પણ થયું નથી.

ભાજપમાંથી ટિકિટ માગી હતી પણ ન મળી
૧૨૨-લુણાવાડા વિધાનસભા બેઠક માટે એસ એમ ખાંટે આજરોજ લુણાવાડા પ્રાંત અધિકારીની કચેરીએ જઈને અપક્ષ ઉમેદવારી નોંધાવી ચૂંટણી અધિકારીને પોતાની ઉમેદવારીને ફોર્મ આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે તેમણે ભાજપમાંથી આ બેઠક પર ટિકિટ માટે દાવેદારી કરી હતી. ભાજપના જ કર્યકર અને અઢળક સંપત્તિના માલીક એવા એસ એમ ખાંટની અપક્ષ ઉમેદવારીના પગલે લુણાવાડાના રાજકરણમાં રાજકીય ગરમાવો આવ્યો છે.અપક્ષ ઉમેદવારી નોંધવનાર એસ એમ ખાંટ સિંચાઈ વિભાગના પૂર્વ અધિકારી રહી ચૂક્યા છે તેમજ નોકરીના કાર્યકાળ દરમ્યાન ભ્રષ્ટાચારના આક્ષેપોથી ઘેરાયેલા છે.

ભાજપની ચિંતા વધી
એસ એમ ખાંટે ભાજપમાંથી ટિકિટ માંગણી કરી હતી પરંતુ ભાજપમાંથી ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપમાં ટિકિટને લઈને આંતરીક વિખવાદ તેમજ ભાજપનો ભડકો સામે આવ્યો છે. ઉમેદવારીપત્ર સાથે રજૂ કરેલા એફિડેવિટમાં તેમની તથા પત્નીના નામે અસંખ્ય જમીનોની માલિકી હોવાનો ઉલ્લેખ કરાયો છે. તેમજ એફિડેવિટમાં ફોજદારી કેસ પડતર હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. ભાજપ પક્ષ દ્વારા ટિકિટ ફાળવણી ન કરતાં અપક્ષ ઉમેદવારીપત્ર ભરતા ભાજપ માટે ચિંતા વધી ગઈ છે.

2017 પક્ષ સામે પડી અપક્ષ લડ્યા અને જીત્યા
ઉલ્લેખનીય છે કે 2017ની ચૂંટણીમાં ઓબીસી સમાજના રતનસિંહ રાઠોડને કૉંગ્રેસમાંથી ટિકિટ નહીં મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી જીત્યા હતા. ચૂંટણી ત્યારે 2022 માં ભાજપ દ્વારા ઓબીસી સમાજના આગેવાનને ભાજપમાંથી ટિકિટ ન મળતા બગાવત કરી અપક્ષ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ભાજપ દ્વારા ધારાસભ્ય જીજ્ઞેશ સેવકને રિપીટ કરવામાં આવ્યા છે ત્યારે હવે જોવું રહ્યું કે ભાજપ દ્વારા બગાવત કરનાર એસ એમ ખાટ ભાજપની બાજી બગાડી જાય છે કે કેમ.
(વીથ ઈનપુટઃ વિરેશ જોશી,મહીસાગર)

    follow whatsapp