ભાજપના 160 ઉમેદવારોમાં આ છે સૌથી યુવાન અને સૌથી વધુ વયના ચહેરાઓ, જાણો તેમના અંગે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 160 બેઠકો પરથી પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. પરંતુ શું આપ જાણો છો કે તે ઉમેદવારોના લીસ્ટમાં સૌથી…

gujarattak
follow google news

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 160 બેઠકો પરથી પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. પરંતુ શું આપ જાણો છો કે તે ઉમેદવારોના લીસ્ટમાં સૌથી યુવાન અને સૌથી વધુ વય ધરાવતા નેતાઓ કયા કયા છે. તો આવો તેમના વિષય પર જાણીએ. હાલના તબક્કે ટોપ ફાઈવના લિસ્ટ પર ધ્યાન આપીએ તો સૌથી યુવાન વયમાં માલતી મહેશ્વરી, રાજેન્દ્ર ઝાલા, રિવાબા, પાયલ કુકરાણી અને હાર્દિક પટેલનું નામ આવે છે. આ તમામ યુવાન ચહેરાઓમાં હાર્દિક પટેલ સૌથી નાની વયના એટલે કે 29 વર્ષના નેતા છે. જેઓ વિરમગામ બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડવાના છે.

સૌથી યુવાન પાંચ રહેરા
સૌથી યુવાન ચહેરાઓની પહેલા વાત કરીએ તો ભાજપના ગાંધીધામ બેઠકના ઉમેદવાર માલતી મહેશ્વરી 34 વર્ષના છે, ખેડામાંથી ઉમેદવારી કરનારા રાજેશ ઝાલા માત્ર 33 વર્ષના છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને જામનગર બેઠક પરથી ચૂંટણી લડનારા ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજા 32 વર્ષના છે જ્યારે આપણે વાત કરી નરોડા બેઠકની તો આ બેઠક પરથી ભાજપની ટિકિટ સાથે મેદાને ઉતરેલા મહિલા તબીબ ડો. પાયલ કુકરાણી 30 વર્ષના છે. જોકે ભાજપનો સૌથી યુવાન ચહેરો એટલે કે સૌથી નાના સિપાહી તરીકે સામે આવ્યા છે હાર્દિક પટેલ કે જેઓ માત્ર 29 વર્ષના છે.

સિનિયર સિટિઝન ચહેરાઓ
સૌથી વધુ વય ધરાવતા ઉમેદવારોની વાત કરીએ તો ઉમરગામ બેઠક પરથી ભાજપની ટિકિટ પર લડનારા રમણલાલ પાટકર 70 વર્ષના છે. વલસાડની પારડી બેઠક પરથી ભાજપમાંથી ઉમેદવારી કરનારા કનુ દેસાઈ 71 વર્ષના છે. પંચમહાલ બેઠક પરથી મેદાને ઉતરનારા જેઠાભાઈ આહિર 72 વર્ષના છે. ઉપરાંત ખેડા જિલ્લાની બાલાસિનોર બેઠક પરથી ભાજપે જેમને ઉતાર્યા છે તે માનસિંહ ચૌહાણ પણ 72 વર્ષના છે. જોકે સૌથી વધુ વય ધરાવતા નેતા એટલે કે બાબુ જમના પટેલને ભાજપે અમદાવાદની દસક્રોઈ બેઠક પરથી ઉમેદવાર તરીકે નક્કી કર્યા છે જેઓ 74 વર્ષના છે. આમ જોવા જઈએ તો સૌથી વધુ વય ધરાવતા નેતામાં બાબુ જમના પટેલ અને સૌથી યુવાન નેતાઓમાં હાર્દિક પટેલ એમ બંને પાટીદાર નેતાઓનો સમાવેશ થાય છે.

60 વર્ષથી વધુ વયના 48 નેતાઓ
ભાજપની પ્રથમ યાદી પર નજર કરીએ તો સૌથી વધુ વયમાં 60 વર્ષ કરતાં વધુ ઉંમર ધરાવતા હોય તેવા જ 48 ખેલાડીઓને ભાજપે મેદાને ઉતાર્યા છે. આ તરફ આવી જ રીતે જોવા જઈએ તો 45 વર્ષથી ઓછી ઉંમરના ભાજપે 21 ઉમેદવારોને આ યાદીમાં સમાવ્યા છે. હાલની દૃષ્ટીએ જાહેરાત પામેલા આ નેતાઓ પૈકીના 85 નેતાઓ એવા છે જેમણે કોઈ અન્ય નેતાની જગ્યા પર તક મળી છે મતલબ કે 85 નેતાઓની ટિકિટ કપાઈ છે. જ્યારે 75 નેતાઓ એટલા તો નસીબદાર છે કે તેમને ભાજપે હાલ ફરી લડવાની તક આપી છે. કારણ કે ગેમમાં નવા ટેલેન્ટ ઉપરાંત અનુભવી ખેલાડીઓનું પણ એટલું જ મહત્વ રહે છે.

    follow whatsapp