‘ચૂંટણી જીતીશ તો ટોપલામાં દારુ વેચાવડાવીશ’ બનાસકાંઠામાં BJP ઉમેદવાર- Video

બનાસકાંઠાઃ ગુજરાતમાં એક સમયે મુખ્યમંત્રી એવું કહેતા હતા કે ગુજરાતમાં ક્યાંય દારુ મળતો નથી, જે દાવાઓ પછી લઠ્ઠાકાંડ પણ થયો છે અને લોકોના મોત પણ…

gujarattak
follow google news

બનાસકાંઠાઃ ગુજરાતમાં એક સમયે મુખ્યમંત્રી એવું કહેતા હતા કે ગુજરાતમાં ક્યાંય દારુ મળતો નથી, જે દાવાઓ પછી લઠ્ઠાકાંડ પણ થયો છે અને લોકોના મોત પણ થયા છે. ગુજરાતમાં દારુ બંધીને કાગળ પર જેટલી કડક બનાવવામાં આવી છે તેટલી જ તેના અમલવારીમાં શીંડા પડેલા જોવા મળે છે અને તેને કોઈ નકારી પણ શકે નહીં તેવું સત્ય છે. જોકે અહીં સત્તાધારી પક્ષ ભાજપના ઉમેદવાર પોતે જીત્યા પછી ટોપલામાં દારુ વેચાવડાવીશ તેવી જાહેરાત કરતા જોવા મળ્યા છે જેમના વીડિયોને જોઈ ફરી દારુબંધી અને તેની અમલવારીની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

જાહેરમાં દારુબંધીના લીરેલીરા ઉડાવતા ભાજપ નેતાનો વીડિયો વાયરલ
બનાસકાંઠાના દાંતા વિધાસનભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર લાલુ પારઘીનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થયો છે. જોકે નેતાજી વાયરલ એટલે થવા લાગ્યા છે કે તેમનું ભાષણ દારુબંધીના લીરેલીરા ઉડાવી રહ્યું છે. તેઓ મતદારોને આકર્ષવા કહે છે કે દેશી દારુ અને વિદેશી દારુ બંને મામલે કહે છે કે મારી બેન સંતાડીને દારુ વેચે છે. કેટલાક અંગ્રેજી દારુ ખુલ્લામાં વેચે છે. પણ ચિંતા ન કરો, હું જીતી જઈશ તો ટોપલામાં દારુ વેચાવડાવીશ. ઉલ્લેખનીય છે કે નેતા અને પ્રજા વચ્ચે હાલ જ્યાં શિક્ષણ, આરોગ્ય, મોરબીની ઘટના, કોરોના, ડ્રગ્સ, મોંઘવારી, વિકાસ વગેરે મુદ્દાઓને લઈને વાતો કરી રહ્યા છે. હમણા જ કોંગ્રેસના એક તાલાલાના ઉમેદવારે પોતે ચૂંટણી જીતશે તો ધારાસભ્યને મળતો પગાર નહીં લે, આમ આદમી પાર્ટીના એક ઉમેદવારે ચૂંટણી જીતશે તો પક્ષ પલટો નહીં કરે વગેરે જેવી જાહેરાતો કહી છે ત્યાં ભાજપના આ નેતાએ તો ચૂંટણી જીત્યા પછી ખુલ્લેઆમ દારુ વેચાવશે તેવો વાયદો કરી નાખ્યો છે.


(વીથ ઈનપુટઃ શક્તિસિંહ રાજપૂત,બનાસકાંઠા)

    follow whatsapp