‘એક કોર્પોરેટર દીઠ 40 હજાર, ચારના 1.60 લાખ થાય’, સુરતમાં BJPના મહિલા કોર્પોરેટરે ઓફિસમાં જ લાંચ માગી

સુરત: સુરતમાં ભાજપના મહિલા કોર્પોરેટર પર સ્થાનિક વ્યક્તિએ બાંધકામ ન તોડવા માટે કોર્પોરેટર દીઠ રૂ.40 હજારની લાંચની માગણી કરી હોવાની અરજી ACB ને કરાતા ચકચાર…

gujarattak
follow google news

સુરત: સુરતમાં ભાજપના મહિલા કોર્પોરેટર પર સ્થાનિક વ્યક્તિએ બાંધકામ ન તોડવા માટે કોર્પોરેટર દીઠ રૂ.40 હજારની લાંચની માગણી કરી હોવાની અરજી ACB ને કરાતા ચકચાર મચી જવા પાણી છે. પીડિત વ્યક્તિએ 5 એપ્રિલે આ અંગે ફરિયાદ કરી હોવા છતાં હજુ સુધી કોર્પોરેટર સામે કોઈ પગલા ન લેવાતા આખરે તેણે અમદાવાદ ACBમાં ફરિયાદ કરી છે.

SMCની નોટિસ મળતા યુવક કોર્પોરેટર પાસે ફરિયાદીને લઈ ગયો
વિગતો મુજબ, ફરિયાદીની ભેસ્તાન ગામમાં સંગમ સોસાયટીમાં જમીન આવેલી છે, SMCના નિયમ પ્રમાણે 135 મીટર સુધીના બાંધકામના નિયમ પ્રમાણે કોર્પોરેશનની પરવાનગી જરૂરી ન હોવાથી પ્લોટ પર બાંધકામ શરૂ કર્યું હતું. આ દરમિયાન SMC દ્વારા તેમને નોટિસ મળી હતી. જોકે ફરિયાદીને નોટિસમાં ખબર ન પડતા સોસાયટીના રહીશે પૂછતા સમગ્ર બાબત જણાવી હતી. જે ફરિયાદીને વોર્ડ નં.29ના કોર્પોરેટર વૈશાલીબેન તથા તેમના પતિ રાજેન્દ્રભાઈ પાટીલ પાસે લઈ ગયો હતો. જ્યાં બાંધકામ ન તોડવા માટે પૈસાની માગણી કરી હતી.

‘કોર્પોરેટર દીઠ 40 હજારની માંગણી કરાઈ’
ફરિયાદીને કોર્પોરેટરના પતિએ કહ્યું કે, બધી જગ્યાએ આજ ચાલે છે. કોર્પોરેટર દીઢ 40 હજાર. ચાર કોર્પોરેટરના 1.60 લાખ થાય છે. તમે 10 હજાર ઓછા કરીને 1.50 લાખમાં પતાવી દેજો. આ બાદ ફરિયાદી સાથે ગયેલા એજન્ટે પણ SMCના અધિકારીના અલગથી 3 લાખની માગણી કરી હતી. ફરિયાદીએ આ માગણીનો વીડિયો ઉતારીને ACBને આપ્યો. બાદમાં સુરત ACB દ્વારા ટ્રેપ ગોઠવવાનું પણ નક્કી થયું. જોકે ACB દ્વારા કોઈપણ પ્રકારની મદદ ફરિયાદીને ન કરાઈ. આખરે તેણે જાતે 1 લાખની વ્યવસ્થા કરીને 31 માર્ચ સુધીનો સમય માગ્યો અને 31એ ફરિયાદી ACBના PI ધડુકને મળવા ગયા, પરંતુ તે મળ્યા જ નહીં. બીજી તરફ એજન્ટનો પણ ફોન સ્વીચ ઓફ આવતો હતો. આમ કોઈ મદદ ન મળતા આખરે તેણે 5 એપ્રિલે ઉપરી અધિકારીને ફરિયાદ કરી છતાં કોઈ મદદ ન મળી.

તો એજન્ટને પણ સમગ્ર ટ્રેપની ખબર પડી જતા તે શહેર છોડીને ફરાર થઈ ગયો છે અને તેના માણસો ફરિયાદીને ધમકીઓ આપી રહ્યા છે. આખરે કંટાળીને હવે ફરિયાદીએ અમદાવાદ ACBમાં ફરિયાદ કરી છે અને લાંચ માગનારા લોકો સામે પગલા ભરવાની માંગ કરી છે. હવે આમ આદમી પાર્ટીએ આ મામલે સવાલો ઉઠાવ્યા છે અને ACB અને ગૃહ વિભાગને SIT બનાવીને આ મામલે તપાસ કરવા માંગ કરી છે.

    follow whatsapp