ભાજપ વેપારીઓને ગુલામ અને ચોર સમજે છે, અમે તમને પાર્ટનર બનાવીશું: કેજરીવાલ

જામનગર : ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. આમ આદમી પાર્ટી આ ચૂંટણી મુદ્દે ખુબ જ આક્રમક છે. પોતાની તમામ શક્તિ આમ આદમી પાર્ટી…

gujarattak
follow google news

જામનગર : ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. આમ આદમી પાર્ટી આ ચૂંટણી મુદ્દે ખુબ જ આક્રમક છે. પોતાની તમામ શક્તિ આમ આદમી પાર્ટી હાલ ગુજરાતમાં લગાવી રહી છે. અરવિંદ કેજરીવાલથી માંડીને તમામ સ્ટાર પ્રચારકો અહીં ધક્કા ખાઇ રહ્યા છે. ત્યારે આજે કેજરીવાલ જામનગરની મુલાકાતે હતા. આજે તેઓએ જામનગરમાં વેપારીઓ સાથે મુલાકાત યોજી હતી. ત્યાર બાદ એક જનસભાનુ પણ સંબોધન પણ કર્યું હતું.

વેપારીઓને કોઇ એક ચોક્કસ પાર્ટી ગુલામ સમજે છે
ગુજરાતના વેપારીઓનું સંબોધન કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ગુજરાતમાં વેપારીઓ મુક્ત રીતે વેપાર નથી કરી શકતા. તેઓ વેપાર કરી રહ્યા હોવા છતા પણ જાણે કોઇ એક પાર્ટીના ગુલામ હોય તેવી રીતે તેમની સાથે વર્તન થાય છે. અનેક વેપારીઓને ધમકી મળી હતી કે, આ સભામાં ન જતા તેમ છતા તમે લોકો હિમ્મત કરીને આવ્યા તે બદલ તમામનો ખુબ ખુબ આભાર. કાલે અનેક વેપારીઓને ડરાવવા ધમકાવવામાં આવ્યા હતા.

અધિકારીઓ તાબે નહી થતા વેપારીઓને ત્યાં દરોડા પાડે છે
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, કાલે લોકોને ડરાવાયા હતા તેમ છતા વેપારીઓ આવ્યા છે. 75 વર્ષમાં અમને ઘણુ મળ્યું છે, પરંતુ આ સમય વિચારવાનો પણ છે, ઘણા બધા એવા દેશ છે જે અમારાથી આગળ નિકળી ગયા. આપણે પાછળ કેમ રહી ગયા અમારામાં શું કમી છે, ગુજરાતનાં લોકો સમગ્ર વિશ્વમાં જાય છે અને વેપાર પણ કરે છે પરંતુ જ્યારે કેજરીવાલને મળવા માટે આવે ધમકી મળે છે.

વેપારીઓનું સ્થાન કેજરીવાલનાં હૃદયમાં છે
જો કે પોતાના સંબોધનમાં તેમણે વેપારીઓને આશ્વાસન આપતા જણાવ્યું કે, અમારી સરકાર આવશે તો કોઇ પણ સ્થિતિમાં વેપારીઓને મુશ્કેલી નહી પડવા દઇએ. દિલ્હીના વેપારીઓ ખુબ જ ખુશનુમા વાતાવરણમાં રહે છે. તેઓ મુક્તે રીતે વેપાર કરી રહ્યા છે. તેમને દરોડા પાડવાની કોઇ ધમકી પણ નથી આપતા. જો ગુજરાતમાં અમારી સરકાર આવશે તો આ ગુલામીમાં ગુજરાતનો દરેક વેપારી મુક્ત થશે. વેપારીઓને હું આજે પાંચ વચન આપવા માંગુ છું. આપણા દેશની રાજનીતિ ખુબ જ ખરાબ છે પણ હું તમને આ રાજનીતિમાંથી તમને બહાર લાવીશ.

દિલ્હીની સરકારી હોસ્પિટલો અને શાળાઓ ફાઇવ સ્ટાર થઇ ચુકી છે
દિલ્હીની સરાકરી શાળા અને હોસ્પિટલ પાંચ વર્ષમાં ટોપમાં ટોપ શાળાને શરમાવે છે. હોસ્પિટલો પણ કોર્પોરેટ હોસ્પિટલ કરતા પણ ટોપની છે. 70 વર્ષોમાં ભાજપ કોંગ્રેસની મિલીભગત સરકારે ઉરાદાપુર્વક નાગરિકોને પાછા રાખ્યા. હું સી.આર પાટીલ સાહેબ અને મુખ્યમંત્રીને કહેવા માંગીશ કે તમે દિલ્હીમાં આવો અમે વેપારીઓ અને કોઇને નહી ધમકાવીએ. મુક્ત રીતે લોકો તમારી રેલીમા આવવા ઇચ્છતા હશે તો આવશે. અહીં તો જીએસટી અધિકારીઓને વેપારીઓને ડરાવવા ધમકાવવાની જવાબદારી સોંપાય છે.

મારી સભા હતી ત્યાં હોલનું બુકિંગ પણ રદ્દ કરાવી દેવાયું હતું.
સુરતમાં થોડા વર્ષો પહેલા હોલનું બુકિંગ રદ્દ કરાવી દીધું હતું. હું ભાજપના લોકોને અપીલ કરવા માંગુ છુ કે, આ પ્રકારે ડરાવી ધમકાવીને રાજનીતિ ન કરવી જોઇએ. અહીં વેપારીઓ ડરી ડરીને જીવે છે. વેપારીઓ સરકારના ભાગીદાર બનવા માંગે છે. હું તેમના સાચા અર્થમાં સારા દિવસો લાવીશ.

અમે ભાજપની જેમ વેપારીઓને ડરાવ્યા ધમકાવ્યા નથી
અમે કોઇ પણ વેપારીને ભાજપની જેમ ડરાવ્યા ધમકાવ્યા નથી તેમ છતા તેઓ આવ્યા છે કારણ કે અમે તેમનું દિલ જીત્યું છે. હાલમાં જ ગુજરાતમાં લઠ્ઠાકાંડ થયો. ગુજરાતમાં દારૂબંધી છે પણ અહીં જોઇએ ત્યાં દારૂ મળે છે. અહીં દારૂની હોમ ડિલિવરી થાય છે. દારૂ ક્યાંથી આવે છે અને કોની દયાથીઆવે છે તે બધાને ખબર છે.

દરેક તબક્કે માત્ર અને માત્ર મત્તની રાજનીતિ, લઠ્ઠાકાંડના પીડિતોને CM કે CR કોઇ મળવા ન પહોંચ્યું
લઠ્ઠાકાંડના પીડિતોને હું હોસ્પિટલ જઇને મળી આવ્યો પણ હજી સુધી અહીંના મુખ્યમંત્રી કે પાટીલ ગયા નથી. ભલે જે થયું તે થયું પરંતુ કમસે કમ મળવા તો જવુ જોઇએ. દરેક બાબતમાં મતની રાજનીતિ ન કરવી જોઇએ. જે પરિવારોએપોતાના સભ્યો ગુમાવ્યા છે તેમને મળવા માટે જવું જોઇએ. વેપારીઓને પણ ઇજ્જત આપવાના બદલે તેઓ ચોર છે તેવું કહે છે. હું ફ્રી વિજળી આપુ તો તેઓ મફતની રેવડી કહે છે. દિલ્હીનું બજેટ હાલમાં પણ નફામાં છે. દિલ્હી સરકાર પર કોઇ જ દેવું નથી. આટલી ફ્રી વસ્તુ આપવા છતા અમે દેવામુક્ત છીએ.

હું વેપારીઓને પાંચ ગેરેન્ટી આપવા માંગુ છું, કેજરીવાલની ગેરેન્ટી તુટશે નહી.
(1) ખોફનો માહોલ અમે ખતમ કરીશું, તમે જે પાર્ટીની વિચારધારા ધરાવો છો અમે ધમકાવીશું નહી.
(2) વેપારીઓને ઇજ્જત મળશે, એક માહોલ બનાવાયો છે કે, વેપારીઓ ચોર છે. પરંતુ તેઓ સૌથી વધારે મહેનત કરે છે.
(3) રેડ રાજ બંધ કરીશું, કોઇ વેપારીઓ પર ખોટા દરોડા નહી પાડીએ. આજે દિલ્હીમાં 75 હજાર કરોડની રેવન્યુ પહોંચી ચુકી છે.
(4) ડોર સ્ટેપ અને ડિલીવરી એન્ડ સર્વિસિજ દિલ્હી સરકારમાં કોઇ કામ કરવા માંગો છો તો તેને ક્યાંય પણ જવાની જરૂર નથી. જેના પણ પેન્ડિંગ રિફંડ છે તો તે પરત આપવામાં આવશે.
(5) તમે સરકારના ગુલામ નહી પરંતુ પાર્ટનર તરીકે રહેશે. તમને ગુજરાતના વિકાસમાં પાર્ટનર બનાવવા માટે આવ્યો છું.

    follow whatsapp