ગાંધીનગર: અમદાવાદનો રિક્ષાવાળો અત્યાર સુધી ગુજરાત સ્તર સુધી જ પ્રખ્યાત હતો પરંતુ હવે રાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત થઇ રહ્યો છે. રિક્ષાચાલક અત્યાર સુધી સાંસ્કૃતિક ઓળખના સ્તર સુધી જ હજા પરંતુ હવે તે રાજનીતિનો મુદ્દો પણ બની ચુક્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ જે રિક્ષા ચાલકના ઘરે જમવા માટે ગયા હતા તે કાલે વડાપ્રધાન મોદીની સભામાં ભાજપનો ખેસ પહેરીને હાજર રહેતા વિવાદનો મધપુડો છંછેડાયો હતો. હાલ રિક્ષા ચાલકને ભાજપ દ્વારા ખરીદવામાં આવ્યો હોવાનો એક ઓડિયો ખુબ જ વાયરલ છે. જો કે ગુજરાત તક આની પૃષ્ટિ કરતું નથી.
ADVERTISEMENT
આમ આદમી પાર્ટી રિક્ષા ચાલક મુદ્દે આક્રમક
જો કે આમ આદમી પાર્ટી દ્વારા દાવો કરવામાં આવ્યો કે, આ રીક્ષા ચાલકને ભાજપ દ્વારા ખરીદવામાં આવ્યો છે. તેને 20 લાખ રૂપિયામાં ભાજપ દ્વારા સોદો કરવામાં આવ્યો અને ખાસ કરીને તેને પીએમ મોદીની સભામાં હાજર રાખવામાં આવ્યો હતો. આ અંગેની એક ઓડિયો ક્લિપ પર ખુબ જ વાયરલ થઇ રહી છે. જેમાં આ ડીલ અંગેની વાતચીત થઇ રહી હોવાનો આપ નેતાઓ દાવો કરી રહ્યા છે. હાલ આ સમગ્ર બાબત ખુબ જ વિવાદિત બની રહી છે.
ભાજપ અને રિક્ષાચાકલ બંન્નેનું મૌન
જો કે આ અંગે ભાજપના પ્રવક્તા અને રિક્ષા ચાલક બંન્નેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બંન્નેમાંથી કોઇએ ફોન ઉપાડ્યો નહોતો. બીજી તરફ આક્રમક આ મુદ્દે ખુબ જ વાયરલ છે. ગુજરાતમાં હાલ તો આપ દ્વારા ભાજપ પર આ મુદ્દે આક્રમક વલણ અપનાવાઇ રહ્યું છે. ભાજપ આ મુદ્દે સંપુર્ણ મૌન છે. રિક્ષા ચાલક પણ ગુમ છે અથવા તો આ મુદ્દે કાંઇ પણ બોલવા તૈયાર નથી. જો કે આ ઓડિયોમાં કેટલું સત્ય છે તેની પૃષ્ટિ ગુજરાત તક કરતું નથી.
ADVERTISEMENT