Gujarat Politics News: લોકસભા ચૂંટણી પરિણામની વાત કરવામાં આવે તો ભાજપને ઝટકો લાગ્યો છે. એવું એટલા માટે છે કારણ કે જે રીતે દાવો કરવામાં આવી રહ્યો તે પ્રમાણે આંકડાઓ દેખાયા નહીં. એમાં પણ ગુજરાત તો ભાજપનું ગઢ માનવામાં આવે છે અને છેલ્લી બે લોકસભામાં ભાજપે તમામ 26 માંથી 26 બેઠકો જીત છે જ્યારે આ વખતે ભાજપના ગઢમાં ગાબળું પડ્યું છે. ગુજરાતમાંથી એક બેઠક ભાજપને ગુમાવી પડી છે. જેને લઈ BJP ના ગદ્દારોની ગંધ દિલ્લી દરબાર સુધી પહોંચી હોય તેવું લાગી રહ્યું છે.
ADVERTISEMENT
ગદ્દારોના દિલ્લી દરબારમાં ભણકારા
આ વખતે ભાજપના પ્રચાર આમ તો જોરશોરથી થયા પણ છતાં ક્યાંકને ક્યાંક કેટલાક નેતાઓ નિષ્ક્રિય રહ્યા હોય તેવું લાગ્યું આવા તમામ નેતાઓનો રિપોર્ટ તૈયાર થશે. આવા ભાજપના ગદ્દારોની ગંધ દિલ્લી દરબાર સુધી પહોંચી છે અને પક્ષ વિરોધી કામ કરતા નેતાઓની ક્લાસ લેવાશે તેવું માનવામાં આવી રહ્યું છે. આ પ્રકારના ગદ્દારોની તટસ્થ તપાસ કરી ધીરે ધીરે તેમની બાદબાકી કરવામાં આવશે. જેને લઈ ગાંધીનગરમાં સોમવારે CMના નિવાસ સ્થાને મહત્ત્વપૂર્ણ બેઠક મળવાની છે.
Explainer: વાવમાં વટની લડાઈ, ભાજપ-કોંગ્રેસમાંથી ટિકિટ માટે કયા નેતાઓ પ્રબળ દાવેદાર?
BJP ની મહત્વની બેઠક
ચૂંટણી પરિણામને જોતા BJP ની સોમવારની બેઠક પર બધાની નજર ટકેલી છે. ગદ્દારો પર મંથન કરવામાં આવશે અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દે યોગ્ય ચર્ચા કરવામાં આવશે. આ સિવાય વાવ વિધાનસભામાં જીત મેળવવા આગામી રણનીતિ ઘડવામાં આવશે. બીજી કારણ એવું પણ છે કે આ ચૂંટણીમાં રૂપાલા સામે ક્ષત્રિય આંદોલનનો થયા હતા જો કે લોકસભાની ચૂંટણી પર તેમની ખાસ અસર થઈ નહીં પરંતુ તે કદાચ સ્થાનિક સ્વરાજમાં તેનું નુકશાન થઈ શકે છે અને ક્ષત્રિય આંદોલનનો ડર અને ગદ્દારીની આશંકાના કારણે આ બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે.
કોણ - કોણ હાજર રહેશે?
મુખ્યમંત્રી અને સી. આર. પાટીલ રહેશે હાજર
સિનિયર નેતાઓ પર રહેશે હાજર
ચૂંટણી લડેલા તમામ ઉમેદવારો
નવા ચૂંટાયેલા તમામ સાંસદો અને મંત્રીઓ
ADVERTISEMENT