વિરેન જોશી, મહીસાગર: રાજ્યભરમાં ગીધની વસ્તી ગણતરી શરૂ થઈ ચૂકી છે ત્યારે રાજ્યમાં તમામ જિલ્લામાં અલગ અલગ પ્રજાતિના ગીધની ગણતરી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન મહીસાગર જિલ્લા વનવિભાગે હાથ ધરેલી ગણતરી પ્રક્રિયા દરમિયાન ભૂખરો પ્રજાતિના ગીધની હાજરી જોવા મળી. વર્ષ 2022 ની ગણતરી દરમિયાન સાત ગીધની સંખ્યા જોવા મળી છે.
ADVERTISEMENT
રાજ્યભરમાં ગીધ લુપ્ત થઈ રહ્યા છે. આ દરમિયાન ગીધની સંખ્યાની ગણતરી રાજ્યભરમાં ચાલી રહી છે. આ દરમિયાન મહીસાગર જિલ્લા વનવિભાગે પણ ગીધની વસ્તીગણતરી ચાલી રહી છે. આ દરમિયાન મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ડેમ વિસ્તારની પાછળના વિસાતરમાં ગીધ જોવા મળ્યાં હતા. લુપ્ત થવાના આરે ગણતા એવા પક્ષીરાજ ગીધ કડાણા ડેમ પાસેના પર્વત પર જોવા મળ્યા છે. કડાણા ડેમના પહાડ વિસ્તારમા જોવા મળેલ ગીધને ગીરનારી ગીધ તરીકે પણ ઓળખવામાં આવે છે. મહીસાગર જિલ્લા વનવિભાગે હાથ ધરેલી ગણતરી પ્રક્રિયા દરમિયાન ભૂખરો પ્રજાતિના ગીધની હાજરી જોવા મળી છે. વર્ષ 2022ની ગણતરી દરમિયાન સાત ગીધની સંખ્યા મળી આવી છે.
રાજ્યભરમાં ગીધની વસ્તી ગણતરી શરૂ
ગીધની વસ્તી ગણતરી અંદાજનો પ્રારંભ થયો છે. વનવિભાગ દ્વારા ગુજરાતનાં 33 જીલ્લાઓમાં અલગ-અલગ પ્રજાતીનાં ગીધની ગણતરી હાથ ધરવામાં આવી છે. બે દિવસ ચાલનારી ગીધની વસ્તી ગણતરીનાં આંકડાઓ હાલ ગુપ્ત રાખવા વનવિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. 2016 થી 2018 દરમ્યાન ગીધની વસ્તીમાં ઘટાડો થયો હતો. સમગ્ર ગુજરાતમાં ગીધની સૌથી વધુ વસ્તી સૌરાષ્ટ્રમાં 52 ટકા, ઉત્તર ગુજરાતમાં 23 ટકા, દક્ષીણ ગુજરાતમાં 15 ટકા, મધ્ય ગુજરાતમાં 9 ટકા અને કચ્છમાં માત્ર 1 ટકા નોંધાયેલ હતી.
ADVERTISEMENT