હિરેન રાવિયા.અમરેલીઃ હવામાન વિભાગની આગાહીને પગલે દરિયામાં વાવાઝોડાની શક્યતાઓને પગલે અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયા કાંઠે 700 જેટલી બોટ્સ કિનારે લાંગરી દેવામાં આવી છે. આમ તો ચોમાસુ વેકેશન પડવાનું જ હતું પણ થોડા દિવસો અગાઉ દરિયામાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે 5, 6 દિવસ વહેલા કિનારે પહોંચેલી બોટ્સને સમારકામ સહિતની કામગીરીઓ શરૂ થવાનો અધ્યાય શરૂ થઈ ચૂક્યો છે. મસમોટી ક્રેઇન વડે બોટ્સને દરિયામાંથી ઉપર લાવવામાં આવી રહી છે.
ADVERTISEMENT
દરિયાની ‘સુપર ફાસ્ટ’ જાફરાબાદના કિનારે ‘સ્ટોપ’
દરિયામાં સુપર ફાસ્ટ ચાલતી બોટ્સ અત્યારે જાફરાબાદના દરિયા કિનારે દરિયાના પાણીમાંથી મસમોટી ક્રેઇન વડે ઊંચકાઈને કન્ટેનર ટ્રકમાં ભરવાની કામગીરી ચાલુ થઈ ચૂકી છે. એક તરફ બિપોરજોય નામનું વાવાઝોડું દરવાજે દસ્તક દઈ રહ્યું હોવાની આગાહી વચ્ચે માછીમારોના જીવ તાળવે ચોંટયા હોય પણ હાલ 5 થી 6 દિવસ અગાઉ માછીમારી બંધ કરવાની તંત્રની સૂચના અન્વયે 700 જેટલી બોટ્સ કિનારે લાંગરી દેવાઈ છે.ઉપરાંત બોટ્સના સમારકામ, ખલાસીઓના નવા જૂની કરીને નવા ખલાસીઓને ચઢાવવા કે પછી હિસાબ કિતાબ સહિતની કામગીરી સાથે આખું વર્ષ દરિયામાં રોજી રોટી રળનારા માછીમારો વેકેશન ઓગસ્ટ માસ સુધીમાં લગ્ન પ્રસંગને સમાજિક કામો પાછળ વેકેશન ગાળતાં હોવાનું બોટ માલિક સિદુભાઈ થૈયમે જણાવ્યું હતું.
સિદુભાઈ થૈયમ (બોટ માલીક જાફરાબાદ)
ગોંડલ ચોકડીના બ્રિજ પર પોપડું નહીં માત્ર ભમરી જ પડી? ભાજપના નેતાએ કર્યો બચાવ
હાલ બોટ્સ કિનારેથી કન્ટેનર ટ્રકમાં દરિયા કાંઠાથી દૂર સમારકામ કામગીરીમાં બોટ માલિકો લાગી ગયા છે. જાફરાબાદના દરિયા કાંઠે બોટ્સના ખડકલાઓ થઈ ગયા છે. માછીમારો વેકેશનમાં સમૂહલગ્ન સહિત કામગીરીઓ કરીને એક બોટમાંથી બીજીબોટમાં ખલાસીઓ ફરતા હોવાનું બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું હતું.
કનૈયાલાલ સોલંકી ( પ્રમુખ બોટ એસોસિયેશન જાફરાબાદ)
એક તરફ વાવાઝોડાનો ખતરો હજુ ટળ્યો નથી અને ભારે પવન ફુંકાવાની આગાહીઓ વચ્ચે માછીમારો વેકેશનમાં બોટ્સના સમારકામમાં જોતરાઈ ગયા છે. બે માસ સામાજિક કામોમાં વ્યસ્ત રહીને ફરી દરિયામાં રોજી રોટી માટે માછીમારો પરત દરિયામાં રવાના થશે.
ADVERTISEMENT