કૌશિક કાંટેચા.કચ્છઃ અરબી સમુદ્રમાં ચક્રવાત ‘બિપોરજોય’ હવે ઝડપથી ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે. આ ચક્રવાતને કારણે હવામાનશાસ્ત્રીઓએ ગુજરાતના દરિયા કિનારાને એલર્ટ જાહેર કર્યું છે. આ વાવાઝોડું ગુજરાતના દરિયચાકાંઠે ટક્કર આપશે તેવી માહિતી સામે આવ્યા પછી ગુજરાતમાં તંત્રને આ વાવાઝોડાની અરસો સામે ત્વરિત કામગીરી કરવાના વિવિધ પ્લાન ઘડવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ગુજરાત HCએ વાત-વાતમાં કહ્યુંઃ 17 વર્ષે છોકરી માતા બનતી હતી, વાંચો મનુસ્મૃતિ
આ અંગે કચ્છના કલેક્ટર અમિત અરોરાનું કહેવું છે કે,બિપરજોયને લઈને તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. માછીમારોને સમુદ્રમાંથી દરિયાકાંઠે પાછા ફરવા ચેતવણી આપવામાં આવી છે. મુખ્ય બંદરો અને નાના બંદરોને ચેતવણી આપવામાં આવી છે. ચક્રવાતી તોફાન દરમિયાન કોઈ દરિયામાં ન જાય તે માટે પણ પગલાં લેવામાં આવ્યા છે. મેડિકલ ઈમરજન્સી માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે, શેલ્ટર હોમ પણ ઊભા કરવામાં આવ્યા છે. અમે BSF અને કોસ્ટ ગાર્ડ સાથે સતત સંપર્કમાં છીએ.
અમિત અરોરા, કલેક્ટર, કચ્છ
અરબી સમુદ્ર પરના ડીપ પ્રેશર એરિયાએ હવે તોફાનનું સ્વરૂપ લીધું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આના કારણે 48 કલાકમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને પાકિસ્તાનને અડીને આવેલા દરિયાઈ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી શકે છે. સાથે જ દરિયામાં ખૂબ ઊંચા મોજા ઉછળવાની પણ શક્યતા છે.
ADVERTISEMENT