ભાવનગરઃ ગુજરાતના માથે બાયપરજોય નામના વાવાઝોડાની ઘાત મંડરાઈ રહી છે ત્યારે વાવાઝોડાને લઈને ઘોઘા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે અને માછીમારોને પણ દરિયો નહીં ખેડવાનું સૂચન કરવામાં આવ્યું છે. આવતીકાલથી આ વાવાઝોડું ગુજરાતમાં ટકરાય તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે. સાથે જ આ વાવાઝોડું ફંટાઈને દિશા બદલી નાખે તેની પણ શક્યતાઓ સેવાઈ રહી છે પરંતુ તેમ છતા તંત્રએ સજ્જ રહેવું જરૂરી છે. આ તરફ વાવાઝોડું ત્રાટકે તે પહેલા જ દરિયો તોફાની બનવાની શરૂઆત થઈ ગઈ છે. અલંગ ખાતે જ દરિયાના મોજા 6થી 7 ફૂટ ઉંચા ઉછળવા લાગ્યા હતા.
ADVERTISEMENT
દરિયામાં હેવી કરંટને કારણે ઉછળ્યા મોજા
ગુજરાતમાં ચક્રવાત બાયપરજોય આવે તેવી સંભાવનાઓ વચ્ચે ભાવનગરના ઘોઘા બંદર ખાતે 1 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અલંગના દરિયા કિનારે 6થી 7 ફૂટ મોજા અત્યારથી જ ઉછળતા જોવા મળ્યા હતા. તંત્ર દ્વારા અલંગના દરિયામાં હેવી કરંટને લઈને માછીમારોને દરિયો ના ખેડવાનું સૂચન અપાયું છે ત્યારે આ કરંટને કારણે જ આટલા ઊંચા મોજા ઉછળ્યા હોવાનું સામે આવ્યું છે.
મોદી સરકારના 9 વર્ષનું સારું ચિત્ર દર્શાવવા ગુજરાત ભાજપે ઘડી કાઢ્યો છે પ્લાન
ભારે પવન-વરસાદની ચેતવણી
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ઘણા જિલ્લાઓને ભારે પવન સાથે વરસાદ પડવાની ચેતવણી આપવામાં આવી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશરનું ક્ષેત્ર બની રહ્યું હોઈ આ વાવાઝોડું ત્રાટકવાની સંભાવનાઓ ઊભી થઈ છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ આ તોફાનની અસર જોવા મળી શકે છે. બે દિવસ ગુજરાતમાં 40 કિલોમીટરથી વધારેની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે 7 જૂને બાયપરજોય ગુજરાતમાં ત્રાટકે તો વાવાઝોડા સાથે વરસાદ પડશે અને પવનની ઝડપ પણ ઘણી હશે. તંત્ર દ્વારા સ્થાનીક અધિકારીઓને પણ એલર્ટ કરી દેવાયા છે.
(ઈનપુટઃ નીતિન ગોહિલ, ભાવનગર)
ADVERTISEMENT