અમદાવાદ: ગુજરાત પર આજે વાવાઝોડુ ત્રાટકી શકે છે. ત્યારે વાવાઝોડાની અસર શરૂ થઈ ચૂકી છે. આ દરમિયાન વાવાઝોડુ દ્વારકાથી 210 કિમી દૂર છે ત્યારે કચ્છના જખૌ બંદરથી 180 કિમી દૂર છે. ત્યારે આજે લેન્ડફોલના સમયમાં ફેરફાર થયો છે. વાવાઝોડુ સાંજે 6 થી 9.30 વચ્ચે લેન્ડફોલ થઈ શકે છે.
ADVERTISEMENT
કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે જખૌ બંદર નજીક ટકરાય ત્યારે દરિયાકાંઠાના વિસ્તારમાં 125થી 140 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. કચ્છમાં લેન્ડફોલ કર્યા બાદ બિપોરજોય વાવઝોડું ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં પણ વ્યાપક અસર પહોંચાડી શકે છે. 16 અને 17 જૂનના રોજ ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠામાં તથા રાજસ્થાનના અમુક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે અને ભારે પવનો ફૂંકાઈ શકે છે. ત્યારે જખૌ ખાતે લેન્ડફોલ થનાર વાવાઝોડાનો લેન્ડફોલ સમય બદલાયો છે. સાંજે 6 થી 9.30 વચ્ચે લેન્ડફોલ થઈ શકે છે.
કંડલા પોર્ટ બાદ કંડલા ગામ પણ ખાલી કરાયું
કચ્છના કંડલા પોર્ટ પર બિપરજોયની અસર શરૂ થઇ છે. હાલમાં 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. કંડલા સિગ્નલ ઓફિસે પવનની ગતિ 70 કીલોમીટર પ્રતિ કલાકની નોંધાઈ હતી. હવામાન વિભાગના અનુમાન મુજબ વાવાઝોડું 150 કી.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. ગણતરીના કલાકોમાં બિપરજોય કચ્છના દરિયાકાંઠે અથડાશે. કંડલા પોર્ટ હાલ બંધ છે. કંડલા ગામ પણ ખાલી કરી દેવાયુ છે.
મુખ્યમંત્રી સહિત તંત્રની નજર વાવાઝોડા પર નજર
વાવાઝોડાના એલર્ટના પગલે મુખ્યમંત્રી, હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતી તથા અન્ય અધિકારીઓ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચી ગયા છે. ત્યાંથી વાવાઝોડાની દિશા અને સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
ADVERTISEMENT