EXCLUSIVE: Biparjoy આ ગામ સાથે ટકરાશે, 125 થી વધુની સ્પીડે પવન ફૂંકાયો

Biparjoy Latest Updates: મહાતોફાન બિપરજોય આગળ વધતા વધતા આખરે કચ્છના કિનારે પહોંચી ચુક્યું છે. બિપોરજોયનો શરૂઆતી હિસ્સો કચ્છના દરિયા કિનારે ટકરાઇ ચુક્યું છે. ખુબ જ…

Biporjoy LIVE Update

Biporjoy LIVE Update

follow google news

Biparjoy Latest Updates: મહાતોફાન બિપરજોય આગળ વધતા વધતા આખરે કચ્છના કિનારે પહોંચી ચુક્યું છે. બિપોરજોયનો શરૂઆતી હિસ્સો કચ્છના દરિયા કિનારે ટકરાઇ ચુક્યું છે. ખુબ જ ઝડપી હવાઓ પણ જોવા મળી રહી છે. ચક્રવાતી તોફાન બિપરજોયના લેન્ડફોલની સાથે 8 રાજ્યોમાં એલર્ટ જાહેર કરી દેવાયું છે. નેવી, એરફોર્સ, સેના અને એનડીઆરએફ તથા એસડીઆરએફ સહિતની તમામ એજન્સીઓ છે. 74 હજાર કરતા વધારે લોકોને સુરક્ષીત સ્થળો પર ખસેડી દેવાયા છે. કચ્છના ગુહાર ગામ નજીક વાવાઝોડાનું લેન્ડફોલ થશે. Biparjoy cyclone નો સૌથી પ્રથમ LANDFALL Kutch ના ગુહાર ગામ ખાતે થશે.

ચક્રવાતી તોફાન બિપરજોયનું કચ્છમાં લેન્ડફોલ શરૂ થઇ ચુક્યું છે. આ દરમિયાન 115-125 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડથી હવાઓ ચાલી રહી છે. આ સમયે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. હવામાન મહાનિર્દેશકના અનુસાર મધરાત્રી સુધી લેન્ડફોલ ચાલુ રહેશે. ત્યાર બાદ તોફાન નબળું પડીને રાજસ્થાન તરફ જતુ રહેશે.

ચક્રવાતી તોફાન બિપોરજોયના ખતરાને જોતા રાજ્ય સરકાર સુધી તમામ લોકો એલર્ટ છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં મુખ્યમંત્રીથી માંડીનેગૃહમંત્રી સુધી તમામ બેઠકોનો દોર જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં એનડીઆરએફની 17 ટીમો અને એસડીઆરએફની કુલ 12 ટીમો તહેનાત છે. નૌસેનાના 4 જહાજ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત કિનારા નજીક રહેતા 74 હજાર લોકોને વધારે સુરક્ષીત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. હવામાન વિભાગના અનુસાર ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત 9 રાજ્યો પર મહાતોફાનનો ખોફ છે. 9 રાજ્ય લક્ષદ્વીપ, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, અસમ, અરૂણાચલ પ્રદેશ, મેઘાલય અને રાજસ્થાન હાઇએલર્ટ પર છે.

    follow whatsapp