ગાંધીનગર : શંકરસિંહ વાઘેલા ગુજરાતના દિગ્ગજ રાજનીતિકાર માનવામાં આવે છે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે. વિપક્ષના નેતા પણ રહી ચુક્યા છે. તેઓ પોતાની વાકપટુતા અને કાર્યશૈલીના કારણે વધારે ખ્યાતનામ છે. લોકોમાં તે બાપુ તરીકે ઓળખાય છે. તેમના કાર્યકાળને લોકોએ ટનાટન સરકાર નામ આપ્યું હતું. તેઓ અનેકવાર દારૂને છુટ આપવી જોઇએ તેવી વાત પણ કરી ચુક્યાં છે.
ADVERTISEMENT
21 જુલાઇ 1940 ના દિવસે ગાંધીનગરમાં એક રાજપુત પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેઓની શરૂઆત આરએસએસથી થઇ હતી. ત્યાર બાદ તેઓ જનસંઘમાં જોડાયા અને ત્યાર બાદ ભારતીય જનતા પાર્ટી બની હતી. તેઓ સંઘ અને ભાજપના સંગઠનમાં ખુબ જ મહત્વપુર્ણ ભુમિકા પણ નિભાવી ચુક્યા છે. તેઓ 19776,9,10,13 અને 14 મી લોકસભામાં સાંસદ તરીકે પણ રહ્યા હતા. 1984થી 1989 સુધી તેઓ રાજ્યસભા સભ્ય પણ રહી ચુક્યા છે. 1977 થી 1980 દરમિયાન તેઓ ગુજરાતમાં જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ અને 1980 થી 1991 સુધી તેમને મહામંત્રી બનાવ્યા હતા.
1995 માં ભાજપની 121 બેઠક જીતીને સત્તામાં આવ્યા પરંતુ સીએમ પદથી એક ડગલું આઘા રહ્યા હતા અને કેશુભાઇ પર પસંદગી ઉતારી હતી. જેના કારણે નારાજ થઇને 20 ઓગસ્ટ 1996 ના દિવસે સમર્થકો સાથે ભાજપથી અલગ થઇને રાષ્ટ્રીય જનતા પાર્ટીની રચા કરીને સરકાર બનાવીને અને ગુજરાતના 12 મા મુખ્યમંત્રી બન્યા હતા.
2004 માં તેઓ કેન્દ્રીય કપડા મંત્રી પણ રહ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીમાં તેઓ પ્રમુખ તરીકેની ફરજ પણ નિભાવી ચુક્યા છે. તેઓ ભારતીય પ્રવાસન નિગમનના ચેરમેન પણ રહી ચુક્યા છે. 13 મી વિધઆનસભા વિરો પક્ષા નેતા તરીકે પણ તેઓ નિયુક્ત થયા હતા. શંકરસિંહે 2022 માં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી બનાવી હતી અને 2017 જનવિકલ્પ પાર્ટી બનાવી હતી પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા.
ADVERTISEMENT