સંજય શર્મા.નવી દિલ્હીઃ વર્ષ 2002માં ગોધરાકાંડ પછી ફાટી નીકળેલા રમખાણોમાં ઘણી કરુણ ઘટનાઓ બની હતી અને તે પૈકીની એક બિલકિસ બાનો સાથે પણ બની હતી. આ ઘટના એટલી પીડા દાયક હતી કે તેને માફ કરવાનો વિચાર પણ આવે નહીં પરંતુ આ કેસના દોષિતોને જ્યારે છોડી મુકવામાં આવ્યા ત્યારે આ નિર્ણયનો જેટલો આઘાત બિલકિસ બાનો અને તેના પરિવારને લાગ્યો તેટલો અન્ય કોઈને લાગ્યો હોય તેવું ખાસ જોવા મળ્યું નહીં. ધર્મના રાજકારણમાં અધર્મને ઓહિયા કરતો આપણો સમાજ કાંઈ બોલે તેની પણ અપેક્ષા રહી નહીં પરંતુ આખરે આ મામલો સુપ્રીમાં પહોંચ્યો. સુપ્રીમ કોર્ટમાં આજે દોષિતોના છૂટકારાને લઈને સુનાવણી ટાળીને આગામી 9મીએ વધુ સુનાવણી રાખી છે. જોકે આ કાર્યવાહી દરમિયાન ગુજરાત અને કેન્દ્ર સરકારે જે રીતે ગુલાંટ મારી તે ચર્ચાનો વિષય બન્યો હતો.
ADVERTISEMENT
ડમીકાંડમાં બગદાણાના પોલીસ કોન્સ્ટેબલનું પણ નામ આવ્યું, 18 દિવસથી પોલીસ શોધી શકી નથી
સરકારે યુ ટર્ન લેતા કહ્યું…
બિલકિસ બાનો પર રેપના મામલામાં દોષિતોને છોડી મુકવાના મામલામાં સુનાવણી સુપ્રીમ કોર્ટમાં હાલ ટળી ગઈ છે. એક અઠવાડિયા પછી 9મી મેએ આગામી સુનાવણી થવાની છે. આગામી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે અંતિમ સુનાવણીને લઈને નિર્દેશો જાહેર કર્યા છે. આ મામલામાં જે આરોપીઓને અત્યાર સુધી જવાબ દાખલ થયા નથી તેમને બે અઠવાડિયામાં સોગંદનામું દાખલ કરી દેવાનો સમય આપવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ગુજરાત અને કેન્દ્ર સરકારે યુ ટર્ન લઈ લીધો હતો અને યુ ટર્ન લેતા કહ્યું કે અમે આ મામલામાં વિશેષાધિકારીનો દાવો નથી કરી રહ્યા. ખરેખર ગત સુનાવણીમાં કેન્દ્ર અને ગુજરાત સરકારે વિશેષાધિકારનો દાવો કરતાં કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના છૂટકારા સંબંધીત દસ્તાવેજો માગવાના નિર્ણય પર પુનર્વિચાર અરજી દાખલ કરવા ઈચ્છે છે. તેના પર સુપ્રીમ કોર્ટે આજે પોતાનું સ્ટેન્ડ બતાવવા કહ્યું હતું કે તે પોતાના દાવાની પુષ્ટી કરવા માટે પુનર્વિચાર અરજી દાખલ કરે કે નહીં.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT