Bilkis Bano Case: સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકારને કહ્યું દોષિતોને મુક્ત કરતા સમયે મગજ વાપર્યું હતું કે નહીં!

દિલ્હીઃ 25 ઓગસ્ટના દિવસે CJI એનવી રમનાના છેલ્લા કાર્યકારી દિવસે તેમની આગેવાની હેઠળની બેન્ચે બિલ્કીસ બાનો કેસમાં ગુજરાત સરકારને નોટિસ પાઠવી હતી. બિલ્કીસ બાનો ગેંગ…

gujarattak
follow google news

દિલ્હીઃ 25 ઓગસ્ટના દિવસે CJI એનવી રમનાના છેલ્લા કાર્યકારી દિવસે તેમની આગેવાની હેઠળની બેન્ચે બિલ્કીસ બાનો કેસમાં ગુજરાત સરકારને નોટિસ પાઠવી હતી. બિલ્કીસ બાનો ગેંગ રેપના 11 દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણયને લઈને કોર્ટે આ નોટિસ જાહેર કરી છે. 15 ઓગસ્ટના દિવસે માફી નીતિ હેઠળ, ગુજરાત સરકારે તમામ 11 દોષિતોને મુક્ત કર્યા હતા. બિલકિસ કેસમાં દોષિતોની મુક્તિ વિરુદ્ધ કાર્યકર્તા રૂપ રેખા વર્મા, CPI(M) નેતા સુભાષિની અલી અને સ્વતંત્ર પત્રકાર અને ફિલ્મ નિર્માતા રેવતી લાલ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી.

દોષિતોની મુક્તિ સામે દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને પૂછ્યું કે શું દોષિતોને નિયમો હેઠળ મુક્તિ મળવા પાત્ર છે? શું આ કેસમાં મુક્તિ આપતી વખતે એપ્લિકેશન ઓફ માઈન્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો?

એપ્લીકેશન ઓફ માઇન્ડ શું છે
બિલ્કીસ બાનો કેસમાં ગુજરાત સરકારને નોટિસ પાઠવતી વખતે સુપ્રીમ કોર્ટ દ્વારા એપ્લિકેશન ઓફ માઈન્ડનો ઉલ્લેખ કરાયો છે, એ જાણો શું છે? ‘ એપ્લિકેશન ઓફ માઈન્ડ એ ન્યાયિક શબ્દ છે. હકીકતમાં, જ્યારે પણ કોઈને મુક્ત કરવામાં આવે છે અથવા તેને જામીન આપવામાં આવે છે, ત્યારે તેના વિશે કોઈ તર્ક અથવા કારણ આપવામાં આવે છે.

જો કારણ પર્યાપ્ત છે, તો તે નિર્ણય રહે છે. જો આ કોઈ કારણ વગર કરવામાં આવે છે, તો ઉચ્ચ અદાલત નીચલી અદાલત અથવા ટ્રિબ્યુનલને કહે છે કે તમે નિર્ણય આપતી વખતે એપ્લિકેશન ઓફ માઈન્ડનો ઉપયોગ કર્યો નથી. આ કારણથી ઘણી વખત ઉચ્ચ અદાલતો પણ નીચલી અદાલતોના નિર્ણયોને પલટી નાખે છે.

બિલકિસ બાનોએ દોષિતો મુક્ત થયા પછી શું કહ્યું..
ગુજરાત સરકાર દ્વારા 11 દોષિતોને મુક્ત કરાતા બિલકિસ બાનોએ કહ્યું કે 15 ઓગસ્ટ 2022નો એ દિવસ હું ક્યારેય ભૂલી શકું એમ નથી. આ દિવસ મને 20 વર્ષ અગાઉ જે ઘટના ઘટી હતી એની યાદ અપાવે છે. મેં જ્યારથી સાંભળ્યું છે કે જે 11 આરોપીઓએ મારા પરિવાર અને મારા જીવનને બરબાદ કર્યું એની સજા માફ થઈ ગઈ છે. ત્યારથી હું ઘણી દુઃખી છું. આ લોકોએ મારી ત્રણ વર્ષની દીકરી છીનવી લીધી હતી, મારો પરિવાર બરબાદ કરી દીધો હતો. તેમને હવે માફ કરી દેવાયા છે. હું ઘણી હેરાન છું.

શું છે સમગ્ર મામલો…
ગુજરાતમાં ગોધરા કાંડ પછી ત્રણ માર્ચ 2002ના રમખાણો ભડક્યા હતા. આ દરમિયાન દાહોદ જિલ્લાના લિમખેડા તાલુકાના રંધિકપુર ગામમાં ઉગ્ર ભીડ બિલકિસ બાનોના ઘરમાં ઘુસી ગઈ હતી. આ દરમિયાન આ ભીડે બિલકિસ બાનો સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં તેના પરિવારના 7 લોકોની હત્યા પણ કરી દીધી હતી. આ ઘટના દરમિયાન બિલકિસ ગર્ભવતી હતી. જોકે સમગ્ર ઘટનામાં તેના પરિવારના 6 સભ્યો જીવ બચાવી ભાગવામાં સફળ રહ્યા હતા. જ્યારે 2004માં દુષ્કર્મના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

    follow whatsapp