અમદાવાદઃ અમદાવાદમાં ગુજરાત તક દ્વારા હાલ વિધાનસભા ચૂંટણીઓ નજીક છે ત્યારે લોકોના સવાલો લઈને અમે નેતાઓ સાથે સીધી બેઠક કરી છે. ગુજરાત તક બેઠક કાર્યક્રમમાં સતત વિવિધ પક્ષોના નેતાઓ, કલાકારો આવી રહ્યા છે. તે બેઠક દરમિયાન કોંગ્રેસના નેતા અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ વિવિધ સવાલો પર જવાબો આપ્યા હતા. દરમિયાન પત્રકાર ગોપી મણીયાર ઘાંઘર સાથે મુસ્લિમ તૃષ્ટિકરણના મુદ્દાને લઈને તેમની ચર્ચા થઈ હતી.
ADVERTISEMENT
બિલ્કીશ કેસ અંગે પવન ખેરાના આકરા પ્રહાર
અમદાવાદમાં ગુજરાત તકના ગુજરાત બેઠક કાર્યક્રમમાં આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ કહ્યું કે, કોણ કહે છે કે અમે તૃષ્ટીકરણ કરે છે. બળાત્કારીનો ધર્મ જોઈને પછી નિર્ણય કરશું તે યોગ્ય છે, શું તેને તમે તૃષ્ટીકરણ કહેશો? જો હું તેનો વિરોધ કરું છું તો મારા પર લાખ તૃષ્ટીકરણના આરોપ લગાવો તો પણ વિરોધ કરીશ. હું સંવિધાન સાથે બંધાયેલો છું અને બંધાયેલો રહીશ. હું સનાતન સંસ્કૃતિ સાથે બંધાયેલો છું અને રહીશ. કારણ કે મારી સનાતન સંસ્કૃતિ મને અનુમતી નથી આપતી કે બળાત્કારીનો હું ધર્મ જોઉં અને પછી ન્યાય કરું. હું ચેલેન્જ આપું છું નરેન્દ્ર મોદી અને શાહને કે આવે અને ચર્ચા કરે કે શું બિલ્કીશ બાનોના રેપીસ્ટને અને પરિવારો સાથે હત્યારાઓને બહાર કાઢીને તમે શું સારું કર્યું? આ હું પુછીશ અને આ પુછવું મારો ધર્મ છે અને ધર્મ મને પુછવાની પ્રેરણા આપે છે.
અમિત શાહે ગુજરાતના રમખાણો અંગે વાત કરી કેમ?
ગુજરાતમાં હિન્દુ મુસ્લિમ ડિવિઝન જોવા મળી રહ્યું છે. ખુદ અમિત શાહે 2002ના રમખાણોનો ઉલ્લેખ કર્યો, સબક શિખવાડવાની વાત કરી. તેના પર તેમણે કહ્યું કે તેમને પુછો કે કેમ કર્યો તમે આ ઉલ્લેખ, કારણ કે તે ચાહે છે કે આપણે ભુલી જઈએ કોરોનામાં થયેલી મોતોને, તે ચાહે છે કે મોરબીની વાત ન કરીએ, તે ચાહે છે આપણે સિલિન્ડરના 1000 ભાવ પર વાત ન કરીએ, તે ચાહે છે કે આપણે પેટ્રોલના ભાવો અંગે ન વાત કરીએ, તે નથી ચાહતા કે આપણે વાત કરીએ બેરોજગારીની. તેથી તમને વારંવાર જુના જખમોને વખોડવાની વાત કરે છે. પુછો તે આપણી વિફળતા છે કે તેઓ વારંવાર 2002 પર કેમ જાય છે. મને પુરો ભરોસો છે આ દેશના, પ્રદેશના લોકો પર કે તેમને મર્ખ નહીં બનાવી શકાય, આ લોકો પ્રયત્નો કરતા રહેશે પણ સફળ નહીં થાય. લોકોને ચિંતા છે વેપારની, યુવાનોને ચિંતા છે રોજગારની, ગૃહિણીઓને ચિંતા છે કે ઘર કેમનું ચાલશે. તેના જવાબ તેમની પાસે નથી તેથી તેઓ વિચારે છે કે તેઓ આપણને ધર્મની વાત કરીને વિભાજીત કરી દેશે. વારંવાર નહીં ચાલે.
કોંગ્રેસ પોતાના નેતાઓને કેમ સાચવી શકતી નથી?
ગુજરાત કોંગ્રેસના નેતાઓ કેમ કોંગ્રેસ છોડી જાય છે તે સંદર્ભમાં તેમણે કહ્યું કે, હાલમાં જ ઈન્દ્રનીલ રાજ્યગુરુ પાર્ટી બદલીને પાછા કોંગ્રેસમાં જોડાયા, ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસ પણ હવે કોંગ્રેસનો ભાગ બન્યા છે. અને જે લોકો કોંગ્રેસ છોડીને ગયા છે તેઓને ક્યાંકને ક્યાંક ભાજપના ગઠબંધનનો ડર છે. ગઠબંધન કોઈ પાાર્ટી સાથે નહીં ભાજપનું ગઠબંધન ઈડી, સીબીઆઈ જેવી એજન્સીઓ સાથે છે. તેનાથી તેઓ ડરી ગયા અને પાર્ટી છોડી છે. અમે નથી ડરતા તેથી અમે હજુ પણ કોંગ્રેસમાં છીએ અને રહીશું, લડીશું.
ADVERTISEMENT