બિલ્કિસ કેસમાં આરોપીઓને છોડવા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજીઃ 13મીએ સુનાવણી

નવી દિલ્હીઃ બિલ્કિસ બાનોના 11 દોષિતોને આપવામાં આવેલી ઉંમર કેદની સજામાં સમય પહેલા જ છોડી મુકવાના નિર્ણયને પડકાર આપતી અરજી પર સુપ્રીમ કોર્ટ મંગળવારે 13મી…

gujarattak
follow google news

નવી દિલ્હીઃ બિલ્કિસ બાનોના 11 દોષિતોને આપવામાં આવેલી ઉંમર કેદની સજામાં સમય પહેલા જ છોડી મુકવાના નિર્ણયને પડકાર આપતી અરજી પર સુપ્રીમ કોર્ટ મંગળવારે 13મી ડિસેમ્બરે સુનાવણી કરશે. ઉપરાંત કોર્ટમાં 12મી તારીખે ચેમ્બર સુનાવણીમાં કેસના રિવ્યુ પર સુનાવણી થશે. જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ બેલા માધુર્ય ત્રિવેદીની પીઠ તેના પર સુનાવણી કરવાની છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2002માં બિલ્કિસ બાનો નામની મહિલા પર રાયોટિંગ વખતે થયેલા દુષ્કર્મને લઈને કોર્ટ કાર્યવાહી ચાલી હતી. ગુજરાત સરકારની ભલામણને પગલે દુષ્કર્મ અને હત્યા કેસના 11 દોષિતોને મુંબઈની અદાલતે ઉંમર કેદ સંભળાવી હતી.

 

બિલ્કિસે પણ અરજી દાખલ કરી સરકારના આદેશને પડકાર્યો
આગળ ઉચ્ચ અદાલતોએ તે સજાને સતત યોગ્ય ઠેરવી હતી પરંતુ હાલમાં જ આજાદીના અમૃત મહોત્સવના ઉપલક્ષ્યમાં સમય પહેલા જ છોડી મુકવાનો લાભ તેમને આપવામાં આવ્યો હતો. બિલ્કિસે તેને સુપ્રીમમાં પડકાર્યો હતો. આ બાબત પહેલા કોઈ ત્રીજા પક્ષની અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. બાદમાં ખુદ બિલ્કિસે પણ અરજી દાખલ કરીને સરકારના આદેશને પડકાર્યો છે.

દોષિતોના સ્વાગત માળા પહેરાવી અને મીઠાઓ વહેચી કરાયુંઃ બિલ્કિસ
ગુજરાત સરકારનું કહેવું છે કે દોષિતો જરૂરી સજા કાપી ચુક્યા છે, પરંતુ અરજીમાં ઉંમરકેદ મતલબ આખરી શ્વાસ સુધી જેલની દીવાલો વચ્ચે કેદ રાખવાની વ્યાખ્યાને લાગુ કરવાની વાત કરી છે. પોતાની અરજીમાં બિલ્કિસે લખ્યું છે કે દોષિતોને છોડી મુકવા પર તેમનું સ્વાગત માળાઓ પહેરાવી અને મીઠાઓ વહેંચીને કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં વર્ષ 2002માં થયેલા હુલ્લડ દરમિયાન આ ગુનામાં દોષિત ઠેરવાયેલા આ મુખ્ય 11 લોકોને વર્ષ 2008માં ઉંમર કેદ સંભળાવવામાં આવી હતી. બિલ્કિસ અને અન્ય સાક્ષીઓ પર દબાણ અને હુલ્લડખોરોના સ્થાનીય પ્રભાવને ધ્યાનમાં રાખતા તેમની ટ્રાયલ પણ સુપ્રીમ કોર્ટના આદેશ પર અમદાવાદ કોર્ટમાંથી મુંબઈની અદાલતમાં ટ્રાન્સફર કરી દેવાઈ હતી.

    follow whatsapp