લોકો ટપોટપ સ્લીપ ખાઈ ગયા, રાજકોટમાં વરસાદી ઝાપટા પછી સાચવજોઃ Video

રાજકોટઃ રાજકોટમાં આજે પડેલા હળવા વરસાદ બાદ ઘણા વાહન ચાલકો રોડ પર લપસી પડ્યા હતા. રાજકોટના કાલાવડ રોડ સ્થિત અંડર બ્રિજ પાસેના વીડિયો હાલ ફરતા…

gujarattak
follow google news

રાજકોટઃ રાજકોટમાં આજે પડેલા હળવા વરસાદ બાદ ઘણા વાહન ચાલકો રોડ પર લપસી પડ્યા હતા. રાજકોટના કાલાવડ રોડ સ્થિત અંડર બ્રિજ પાસેના વીડિયો હાલ ફરતા થયા છે. જેમાં લોકોના વાહનો લપસી પડ્યા હતા. ઘણા લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. એક મહિલા પાસે તો તેનું નાનકડું બાળક પણ હતું. જોકે સદનસીબે કોઈને ગંભીર ઈજા કે જાનહાની નહીં થતા લોકોએ પણ હાંશકારો અનુભવ્યો હતો.

રથયાત્રા પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો એક્સન મોડઃ 50થી વધુ ઘાતક હથિયારો જપ્ત, આરોપીઓ જેલમાં

લોકોએ કરી એક બીજાની મદદ
રાજકોટમાં કાલાવડ રોડ પર આજે કેટલાક વાહનો લપસી પડ્યા હતા. રાજકોટમાં આજે એક વરસાદી ઝાપટા પછી રોડ જાણે સ્લીપી બની ગયો હોય તેમ અહીંથી પસાર થતા વાહનો ટપોટપ પડવા લાગ્યા હતા. અચાનક જાણે જમીન સરકી ગઈ હોય તેવી રીતે વાહન કાબુમાં નહીં રહેતા લોકો પણ ભયભીય થયા હતા. લોકો વાહન સાથે નીચે પટકાયા હતા. અકસ્માતમાં જોકે કોઈને ગંભીર ઈજા કે જાનહાની નહીં થતા લોકોએ હાંશકારો અનુભવ્યો હતો. આ ઘટનામાં લોકોને જેટલી પરેશાની થઈ હતી. તેને જોતા આસપાસના લોકો પણ તેમની મદદે આવ્યા હતા. ઘટનાનો વીડિયો અહીંથી પસાર થતા એક કાર ચાલકે કંડારી લીધો હતો. જે સોશ્યલ મીડિયા પર વહેતો થયો છે. હાલ વરસાદની શરૂઆતના સમયમાં આવી ઘટનાઓ ઘણી વખત બનતી હોય છે. જેના કારણે વરસાદ પડ્યાથી વાહન ચલાવવામાં ખાસ તકેદારી રાખવી જરૂરી બની ગઈ છે.

(ઈનપુટઃ નિલેશ શિશાંગિયા, રાજકોટ)

    follow whatsapp