બનાસકાંઠા: રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યાએ વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકી દીધા છે. ઉત્તર ગુજરાતના ભાભર તાલુકા અને પાટણમાં રખડતા ઢોરની અડફેટે જુદી જુદી ઘટનામાં 2 બાઈક સવાર યુવાનાનો મોત નિપજ્યા હતા. આસાસ્પદ યુવાનોના કરુણ મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયા હતા.
ADVERTISEMENT
પ્રથમ ઘટનાની વાત કરીએ તો ભાભરમાં ઈલેક્ટ્રિકની દુકાનમાં નોકરી કરતો 38 વર્ષનો નરશીભાઈ ઠાકોર નામનો યુવક મંગળવારે સાંજે પોતાના ઘરે જવા નીકળ્યો હતો. દરમિયાન રાધે સ્કૂલ નજીક રસ્તામાં આંખલો અથડાયો હતો. જેમાં આંખલાનું શિંગડું યુવકના ગળામાં ઘુસી ગયું હતું. આથી ગંભીર હાલતમાં તેમને ભાભર રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે તેનું મોત થઈ ગયું. યુવકના મોતના સમાચાર મળતા જ સગા સંબંધીઓ પણ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. નરશીભાઈના પરિવારમાં પત્ની અને બે પુત્રો છે.
આવી જ એક અન્ય ઘટનામાં પાટણમાં પુનાસણ-દેથળી રોડ પર બાઈક લઈને રાત્રે જતા ગાય આડી ઉતરી હતી. બાઈક ચાલકનો ગાય સાથે અકસ્માત થતા તે ગંભીર હાલતમાં રોડ પર પડ્યો હતો. આથી તાત્કાલિક તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જોકે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
ADVERTISEMENT