અમરેલી: જિલ્લામાં ખનીજ માફિયા ફરીવાર સક્રિય થયા હોય તેમ વાંરવાર ખનીજ ચોરી ઝડપાઇ રહી છે. જિલ્લામાં વાંરવાર ખનીજ ચોરી ઝડપાયા કરે છે. જો કે ગઇકાલે મોડી રાતે જિલ્લાનું સૌથી મોટું રેતી ચોરીનું રેકેડ પકડાતા ખળભળાટ મચી ગયો છે. રેતી ચોરીનું રેકેટ ઝડપાતા ખનીજ માફિયાઓમાં ફફડાય વ્યાપી ગયો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી રાજુલા તાલુકામાં આવેલ ભાક્ષી ગામ નજીક રેતી ચોરી માટે પાણી ભરેલી નદીમાં 4 જેટલી બોટ ઉતારવામાં આવી હતી અને મોટું હીટાચી મશીન મુકવામા આવ્યુ હતું. જેને ગતરાત્રે મામલતદાર સંદીપ સિંહ જાદવે રેડ કરીને સિઝ કરી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ મામલે ભાજપના નેતા ભરત કાનાબારે ટ્વિટ કરી રાજનેતા પર નિશાન સાધ્યું છે.
ADVERTISEMENT
છેલ્લા કેટલાક મહિનાઓથી રાજુલા તાલુકામાં આવેલા ભાક્ષી ગામ નજીક રેતી ચોરી માટે અહીં પાણી ભરેલી નદીમાં 4 જેટલી બોટ ઉતારવામાં આવી હતી. મોટું હીટાચી મશીન મુકવામા આવ્યુ હતુ, જો કે આ કૌભાંડમાં જિલ્લાના 1 ઉચ્ચ અધિકારી અને દિગ્ગજ નેતા હોવાની ચર્ચા હતી. જેના કારણે કોઈ અધિકારી ચેકિંગ કરવાની હિંમત નહોતા કરતા તેવી માહિતી છે. જેને લઈને ભાજપના નેતા ડૉ. ભરત કાનાબારે ટ્વિટ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ધ્યાન દોર્યું છે.
ડૉ. ભરત કાનાબારે રાજકારણીઓ પર લગાવ્યા ગંભીર આરોપ
અમરેલી-જિલ્લામાં રેતી ચોરીનું સૌથી મોટું કૌભાંડ !રાજુલાના ભાક્ષી ગામ નજીક નદીમાં ગેરકાયદેસર રીતે રેતી ચોરવા માટે પાણીમાં મુકાયેલ 4 મોટી બોટ + 1 હિટાચી મશીન જપ્ત. સરકારી કામોમાં ભાગ રાખવાની ટેવ ધરાવતા લોકપ્રતિનિધિ દ્વારા પ્રામાણિક અધિકારીઓ પર દબાણ લાવવાના ધમપછાડા !!
અમરેલી જિલ્લામાં ભાજપનું જ સાશન
અમરેલી જિલ્લામાં 5 વિધાનસભાની બેઠક તથા એક લોકસભાની બેઠક આવેલ છે. ત્યારે તમામ વિધાનસભાની બેઠક પર ભાજપના ઉમેદવારો જીત્યા છે. આ ઉપરાંત અમરેલી લોકસભાની બેઠક પર ભાજપ પાસે છે. ત્યારે ભરત કાનાબારના ટ્વિટથી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
1 હિટાચી મશીન અને 4 બોટ સીઝ
અમરેલી જિલ્લામાં રેતી ચોરી મામલે અનેક વખત રેડ પાડવામાં આવી છે. અનેક વખત રેતી ચોરી ઝડપાઇ છે. ત્યારે રાજુલામાં મામલતદાર સંદીપ સિંહ જાદવની નિમણૂક કરવામાં આવી છે. આ અધિકારી દ્વારા ગેરકાયદેસર રીતે ચાલતી ખનીજ ચોરી સામે ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. મોડી રાતે અલગ અલગ ટીમો બનાવી ભાક્ષી ગામ નજીક રેતી કૌભાંડ ઉપર ત્રાટકતા ખળભળાટ મચી ગયો હતો. અહીં 1 હિટાચી મશીન અને 4 બોટ સીઝ કરી કાર્યવાહી હાથ ધરી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
(વિથ ઈનપુટ: હિરેન રવૈયા, અમરેલી)
ADVERTISEMENT