ગાંધીનગર : આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. જેમાં વિવિધ મુદ્દાઓ પર મહત્વની ચર્ચા થઇ હતી. કેબિનેટ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું હતું. જમીનની રી સર્વે જમીનની તમામ રિસર્વેની કામગીરીને રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. હવે નવો સર્વે ખેડૂતો અને આગેવાનોને સાથે રાખીને તેમની માંગણીઓ સંતોષાય તે પ્રકારે કરવામાં આવશે.
ADVERTISEMENT
રિ-સર્વે બાબતે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. ખેતીની જમીનનો રિ-સર્વે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં ફરી નવેસરથી જમીનનો સર્વે કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. રિ-સર્વમાં અનેક ભૂલો થઇ હોવાના કારણે સરકાર દ્વારા તમામ જમીન માપણીને ફરી એકવાર કરવામાં આવશે. જેમાં ખેડૂતોના મનમાં રહેતી તમામ આશંકાઓને દુર કરવામાં આવશે.
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. ત્યાર બાદ ઋષીકેશ પટેલે મોટી જાહેરાત કરી હતી કે, પ્રમોલગેશન અને રી સર્વે સંદર્ભે ચર્ચા કરાઈ છે અને જમીનના રી સર્વે બાબતે ઝડપી કામગીરી થાય તે માટે નિર્ણયો લેવાયા છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આખલાઓ ફરે છે તે માટે નિર્ણય થયો છે. જેમાં આખલાઓનું ખસીકરણ કરવામાં આવશે.
ADVERTISEMENT