ભાવનગરમાં મોટી દુર્ઘટનાઃ બોરતળાવમાં ડૂબી જતાં 4 બાળાના મોત, પરિવારમાં છવાયો માતમ

Bhavnagar News: ભાવનગર જિલ્લામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં ભાવનગરના બોરતળાવમાં બાળકીઓ અને કિશોરીઓ ડૂબી જતાં 4ના મોત નિપજ્યાં છે.

Bhavnagar News

બોરતળાવમાં 4 જિંદગીઓ ડૂબી

follow google news

Bhavnagar News: ભાવનગર જિલ્લામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં ભાવનગરના બોરતળાવમાં બાળકીઓ અને કિશોરીઓ ડૂબી જતાં 4ના મોત નિપજ્યાં છે. જ્યારે એકની હાલ સારવાર ચાલી રહી છે. જે ખતરાની બહાર હોવાનું જાણવા મળ્યું છે. બોરતળાવ (ગૌરીશંકર સરોવર)માં ડૂબી જતાં એક બાળકી અને ત્રણ કિશોરીઓના મોત નિપજતા પરિવારમાં આક્રંદ છવાયો છે.   

એક બાળકીને બચાવવા જતાં ચારેય ડૂબી

મળતી માહિતી અનુસાર, શહેરના બોરતળાવ ખાતે આજે સવારના સમયે નજીકના વિસ્તારમાં જ રહેતી પાંચ બાળાઓ કપડાં ધોવા માટે ગઈ હતી. આ દરમિયાન એક બાળકી પાણી પડી જતાં ડૂબવા લાગી હતી. જેથી તેણે બૂમાબૂમ કરતા અન્ય બાળકી અને કિશોરીઓ તેને બચાવવા માટે પાણીમાં પડી હતી. જે બાદ તેઓ પણ ડૂબવા લાગી હતી અને બૂમા બૂમ કરી રહી હતી. તેઓનો અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા.

એક બાળકી અને ત્રણ કિશોરીના મોત

જે બાદ તમામ બાળકી અને કિશોરીઓને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં અર્ચનાબેન હરેશભાઈ ડાભી (ઉ.વ 17), રાશિબેન મનીષભાઈ ચારોલિયા (ઉ.વ 9), કાજલબેન વિજયભાઈ જાંબુચા (ઉ.વ 12), કોમલબેન મનીષભાઈ ચારોલિયા (ઉ.વ 13)ને ડોક્ટરે મૃત જાહેર કરી હતી. કિંજલ મુન્નાભાઈ ચારોલિયા (ઉ.વ 12)ની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 

પરિવારમાં છવાયો માતમ

આ અંગેની જાણ થતાં પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. પરિવારજનો હોસ્પિટલમાં કલ્પાંત કરતા હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા.
 

    follow whatsapp