Gujarat Politics News: આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યા બાદ વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી 3 ફેબ્રુઆરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. ભૂપત ભાયાણી સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. આપને જણાવી દઈએ કે, તેઓએ ગત મહિને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.
ADVERTISEMENT
ભાયાણીના રાજીનામાથી AAPને મોટો ઝટકો
લોકસભાની ચૂંટણી અગાઉ પક્ષ પલટાની મૌસમ ખીલી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા હતા. ધારાસભ્ય ભૂપત ભાયાણીના રાજીનામા બાદ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો. તો વિધાનસભામાં AAPનું સંખ્યાબળ ઘટીને ચાર થઈ ગયું હતું.
2022માં જાયન્ટ કિલર સાબિત થયા હતા ભાયાણી
2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં વિસાવદર બેઠક પરથી ભાજપે હર્ષદ રીબડિયાને ટિકિટ આપી હતી તો કોંગ્રેસે કરશન વડોદરિયાને મેદાને ઉતાર્યા હતા. આ બેઠક પર ત્રિપાંખિયો જંગ જામ્યો હતો, કારણ કે આમ આદમી પાર્ટીએ આ બેઠક પર ભાજપને અલવિદા કહીને આપમાં જોડાયેલા અને વિસાવદર વિસ્તારમાં 108ની છાપ ધરાવતા ભૂપત ભાયાણીને ટિકિટ આપી હતી. જેમાં ભૂપત ભાયાણી જીત મેળવી જાયન્ટ કિલર સાબિત થયા હતા.
ADVERTISEMENT