Board Exam Result Update: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે બોર્ડની પરીક્ષાના પરિણામને લઈને એક મોટી અપડેટ આવી છે. જે મુજબ ધો.10-12નું રિઝલ્ટ એપ્રિલના અંત સુધીમાં જાહેર કરી દેવામાં આવશે. નોંધનીય છે કે, મે મહિનામાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેના કારણે પરિણામ આ વખતે વહેલા જાહેર કરવામાં આવશે.
ADVERTISEMENT
પરિણાણ તૈયાર કરવાની કામગીરી હાથ ધરાશે
ધોરણ 10 અને 12ની પરીક્ષાના પેપર ચકાસણીની કામગીરી આજે પૂર્ણ થવા જઈ રહી છે. ત્યારે હવે શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ તૈયાર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાશે. લોકસભાની ચૂંટણીના કારણે પરિણામ વહેલું જાહેર કરવામાં આવશે. પરિણામ વહેલા જાહેર કરવામાં આવતા વિદ્યાર્થીઓના આગળના અભ્યાસ માટેની પ્રક્રિયા પણ ઝડપથી થશે.
એપ્રિલના અંત સુધીમાં જાહેર કરાશે પરિણામ!
બોર્ડના અધિકારીનાં જણાવ્યા અનુસાર, આ વર્ષે ચૂંટણીના કારણે પરિણામ એક મહિના જેટલો સમય વહેલા જાહેર કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એપ્રિલ અંત સુધીમાં પરિણામ જાહેર કરવામાં આવશે.
શિક્ષકોને સોંપાશે ચૂંટણીની કામગીરી
અત્રે ઉલ્લેખનીય છે, અત્યાર સુધી દર વર્ષએ મે મહિના અંતમાં અથવા જૂન મહિનાની શરૂઆતમાં જ માર્ચ મહિના યોજાયેલી બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવતા હતા. જોકે, આ વખતે લોકસભાની ચૂંટણીના કારણે પરિણામ વહેલું જાહેર કરવામાં આવશે. શિક્ષકોને પરિણામની કામગીરીમાંથી મુક્ત થયા બાદ ચૂંટણીની કામગીરી સોંપવામાં આવશે.
ADVERTISEMENT