ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા સરકારમાં હંગામી જગ્યાઓને કાયમી કરવા તરફ વિચારણા શરૂ કરવામાં આવી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ક્લાસ અસરથી વર્ગ-1 થી માંડીને વર્ગ-4 સુધીના તમામ હંગામી જગ્યાઓને કાયમીમાં રૂપાંતરિત કરવા માટે વિભાગો પાસેથી વિગતો મંગાવવામાં આવી છે. જેમાં હંગામી જગ્યામાં હાલ આઉટસોર્સિંગ કે અન્ય રીતે કામ કરતા હોય તેવા વ્યક્તિની નોંધ લખવાની સૂચના પણ અપાઇ છે. આરોગ્ય વિભાગના પત્રમાં હંગામી જગ્યાને કાયમી જગ્યામાં રૂપાંતરિત કરવાની યોજના સરકારમાં વિચારણા હેઠળ હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરવાનો કારસો તૈયાર
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા હાલમાં જ કરાર આધારિત કર્મચારીઓ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારે હાલમાં જ કરાર આધારિત કર્મચારીનું ફરજ દરમિયાન મોત થાય તો ઉચ્ચક 14 લાખની સહાય આપવાની પણ જાહેરાત કરી હતી. આ લાભ વર્ગ -3 અને વર્ગ – 4 ના કર્મચારીઓને આપવામાં આવશે.
ADVERTISEMENT