Gandhinagar News: સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જે મુજબ ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઉમેદવારોએ હવે ઓનલાઈન કોમ્પ્યુટરથી પરીક્ષા આપવાની રહેશે. આ પરીક્ષા સંપૂર્ણપણે પેપરલેસ રહેશે.
ADVERTISEMENT
કોમ્પ્યુટર પર લેવાશે પરીક્ષા
નવા નિર્ણય મુજબ, ગૌણ સેવા પસંદગી મંડળ(GSSSB)ની પરીક્ષા ઉમેદવારોને કોમ્પ્યુટર પર જ આપવાની રહેશે. આ પરીક્ષા ઉમેદવારોની સંખ્યાના આધારે જ લેવામાં આવશે. એક સાથે 15 હજાર વિધાર્થીઓ પરીક્ષા આપી શકશે.
ઓનલાઈન પદ્ધતિથી લેવાશે પરીક્ષા
આ પરીક્ષા એક જ દિવસમાં પૂર્ણ થશે નહીં અને દિવસના ત્રણ પેપર કાઢવામાં આવશે. ઉમેદવારોએ નિયત કરાયેલાં વિવિધ સેન્ટરોમાં જઈને કોમ્પ્યુટર પર આ પરીક્ષા આપવાની રહેશે. એટલું જ નહીં બીટ ગાર્ડની પરીક્ષા પણ ઓનલાઈન પદ્ધતિથી જ ગૌણ સેવા પસંદગી મંડળ લેશે. બીટ ગાર્ડની પરીક્ષા અંદાજીત એક સપ્તાહથી વધુ સમય ચાલશે, જેમાં 4.5 લાખ ઉમેદવારો પરીક્ષ આપશે.
કઈ કંપનીને સોંપાશે જવાબદારી?
એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગૌણ સેવા મંડળે પરીક્ષા માટે એજન્સી નક્કી કરી છે. જે મુજબ TCS કંપનીને પરીક્ષા માટેની જવાબદારી સોંપાશે.
ADVERTISEMENT