Bhavnagar News: ભાવનગરના મહુવા ચાલુકામાં આવેલી માલણ નદી ખાતે મોટી દુર્ઘટના બની છે. જ્યાં 4 યુવાનો પાણીમાં ડૂબી ગયા છે જેમાં 2 યુવાનોના મોત નિપજ્યા છે. આ યુવાનો પૈકી ત્રણ તો સગાભાઈ હતા. ઘટનાને લઈને બીજા બે યુવાનોને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે. જોકે ગુમ થયેલા બે યુવાનો હજુ પણ મળ્યા નથી જેને લઈને ચિંતાનો માહોલ છે. માલણ નદીના કાંઠે મોટી સંખ્યામાં લોકો ઉમટી આવ્યા છે.
ADVERTISEMENT
Chandrayaan-3: ચંદ્ર પર રોવરનું ‘મૂનવોક’, ISROએ જાહેર કર્યો આ નવો Video
નદીકાંઠે કરુણાંતિકા
ભાવનગરના મહુવા ચાલુકામાં આવેલી માલણ નદીમાં ચાર યુવાનો ડૂબ્યા છે. નાના જાદરા ગામથી નજીક પસાર થતી માલણ નદીમાં આ યુવાનો ન્હાવા પડ્યા હતા. જે દરમિયાન આ ઘટના ઘટી હોવાની માહિતી મળી રહી છે. મીડિયા અહેવાલો પ્રમાણે અહીં નજીકના રુપાવટી ગામેથી કામ અર્થે આ યુવાનો નાના જાદરા ગામે આવ્યા હતા. ત્યારે તેઓ આજે શનિવારે બપોરે નદીમાં ન્હાવા ગયા હતા. જે દરમિયાન આ ચાર યુવાનો ડૂબવા લાગ્યા હતા. જોકે આ ઘટના સામે આવતા યુવાનોને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ જાણે કે મોડું થઈ ગયું હોય તેમ બે યુવાનો મૃત અવસ્થામાં મળી આવ્યા હતા.
ઘટનાને લઈને લોકોની મોટી મેદની નદી કાંઠે આવી ગઈ હતી. યુવાનો ન્હાવા જતા નદીમાં ગરકાવ થયા હોવાની વાત ઠેરઠેર વાયુ વેગે ફેલાઈ ગઈ હતી. આ ઘટનામાં કરુણાંતિકા એ વાતની પણ હતી કે ન્હાવા પડેલા ચાર યુવાનો પૈકીના ત્રણ તો સગા ભાઈઓ છે. એક પરિવાર માટે પોતાના ત્રણ યુવાન સંતાનને આ સ્થિતિમાં જોવા કેટલા મુશ્કેલ છે તેની કલ્પના માત્ર ધ્રુજારી છોડાવી દેનારી છે.
(ઈનપુટઃ નીતિન ગોહિલ, ભાવનગર)
ADVERTISEMENT