નવી દિલ્હી : સેમીકંડક્ટર (Semiconductor) દિગ્ગજ ફોક્સકોન (Foxconn) તમિલનાડુના કાંચીપુરમમાં મોબાઇલ કંપોનેન્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ લગાવશે. કંપનીએ સોમવારે અધિકારીક રીતે તેની જાહેરાત કરી છે. તેઓ તમિલનાડુના કાંચીપુરમ જિલ્લામાં 1600 કરોડ રૂપિયાના ખર્ચે એક મોબાઇલ કંપોનેંટ મેન્યુફેક્ચરિંગ ફેસિલીટી સ્થાપિત કરશે. તમિલનાડુના ઉદ્યોગમંત્રીએ કહ્યું કે, આ રોકાણ આ વાતનું પ્રમાણ છે કે, ઇન્વેસ્ટમેન્ટ માટે રાજ્ય દેશના ટોપ ડેસ્ટિનેશન છે.
ADVERTISEMENT
વેદાંતાને આપ્યો ઝટકો
ડીલના રિપોર્ટ સામે આવ્યા બાદ કંપનીએ પોતાના પ્લાનની જાહેરાત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ તાઇવાનની ટેક કંપની ફોક્સકોન (Foxconn) વેદાંતા સેમીકંડક્ટર (Semiconductor) મેન્યુફેક્ચરિંગના પ્લાનને તગડો ઝટકો આપ્યો હતો. વેદાંતા અને ફોક્સકોન (Foxconn) વચ્ચે સેમીકંડક્ટર (Semiconductor) મેન્યુફેક્ચરિંગ માટે જોઇન્ટ વેંચરતૈયાર કરવાની વાતચીત ચાલી રહી હતી. બંન્ને વચ્ચે 19.5 અબજ ડોલરની ડીલ પણ તૈયાર થઇ હતી. જો કે અંતિમ સમયે ફોક્સકોન (Foxconn) ડીલ પરત ખેંચી લીધી હતી.
આઇફોન અને અન્ય એપ્પલ પ્રોડક્ટને એસેમ્બલ કરનારી ઇલેક્ટ્રોનિક ઉપકરણોની દિગ્ગજ તાઇવાની કંપની ફોક્સકોન (Foxconn) અને ભારતની વેદાંતા વચ્ચે ગત્ત વર્ષે એક સમજુતી થઇ હતી. જેના હેઠળ બંન્ને કંપનીઓમળીને ગુજરાતમાં એક સેમીકંડક્ટર (Semiconductor) પ્લાન્ટ લગાવવાના હતા.
6000 નોકરીના અવસર બનશે
તમિલનાડુના ઉદ્યોગ મંત્રાલયે અધિકારીક જાહેરાત કરતા કહ્યું કે, તમિલનાડુ માટે ગર્વની ક્ષણ છે. હાઇ ટેક્નોલોજી ગ્રુપ ફોક્સકોન (Foxconn) કાંચીપુરમ જિલ્લામાં 1600 કરોડ રૂપિયાના ખર્ચે એક નવા મોબાઇલ કંપોનેન્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલીટીની સ્થાપના કરતા આશયા પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. આ યોજનામાં 6000 નોકરીઓ પેદા કરવાની ક્ષમતા છે.
રાજ્યના ઉદ્યોગમંત્રી ડૉ. ટીઆરબી રાજાએ કહ્યું કે, તમિલનાડુમાં ફોક્સકોન (Foxconn) વારંવાર રોકાણ અને વિસ્તાર યોજનાઓ તે વાતનો પુરાવો છે કે, રાજ્યની મુખ્ય કંપનીઓ રોકાણ માટે ટોપ ડેસ્ટિનેશન છે. પ્રસ્તાવિત રોકાણ અને આવનારા અનેક અન્ય રોકાણોની સાથે તમિલનાડુ ન માત્ર દેશના ટોપ ઇલેક્ટ્રોનિક નિકાસકાર બનવા માટે તૈયાર છે, પરંતુ આગામી વર્ષોમાં પોતાના ઇલેક્ટ્રોનિક્સ ઇમ્પોર્ટમાં વધારો કરશે.
મજબુત થશે રાજ્યની ઇકોનોમી
તમિલનાડુ એક ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાની તરફ વધતા પગલામાં એક રોકાણમાં મહત્વપુર્ણ ભુમિકા નિભાવશે. સમાચાર એજન્સી રોયટર્સના અનુસાર પ્લાન 2024 સુધી પુર્ણ થવાની આશા છે. મે મહિનામાં તમિલનાડુ સરકારે હેલ્થ ઇક્વિપમેન્ટનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપિત કરવા માટે જાપાનના ઓમરોન હેલ્થકેરની સાથે એક સમજુતી પર હસ્તાક્ષર કર્યા હતા.
ADVERTISEMENT