Gandhinagar News: સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રીની શૈક્ષણિક લાયકાતને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ તલાટી કમ મંત્રીની લાયકાત ધોરણ 12 પાસને બદલે સ્નાતક કક્ષાની કરવામાં આવી છે. એટલે કે ગ્રેજ્યુએટ ઉમેદવારો જ તલાટી કમ મંત્રીની ભરતીની પરીક્ષા માટે અરજી કરી શકશે.
ADVERTISEMENT
‘નવી ભરતી ગ્રેજ્યુએશન પર થશે’
તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે પંચાયત વિભાગે નવા નિયમો જાહેર કર્યા છે. જે મુજબ તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ધોરણ 12 પાસ ઉમેદવારો તલાટી કમ મંત્રીની પરીક્ષા આપી શકતા હતા, પરંતુ હવે તલાટી કમ મંત્રીની નવી ભરતી ગ્રેજ્યુએશન પર જ થશે.
એનાયત કરાયા હતા નિમણૂંક પત્રો
આપને જણાવી દઈએ કે, તાજેતરમાં જ ગાંધીનગર ખાતે તલાટી કમ મંત્રી અને જૂનિયર ક્લાર્કની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા. જેમાં તલાટી કમ મંત્રી, જૂનિયર ક્લાર્કના 4500 જેટલા ઉમેદવારને નિમણૂંક પત્ર અપાયા હતા. સાથે જ મુખ્યમંત્રીએ નિમણુંક પત્ર લેનાર ઉમેદવારોને પીએમ મોદી દ્વારા અપાયેલા સંદેશને વાંચીને સંભળાવ્યો હતો.
ADVERTISEMENT