તહેવાર તો વતનમાં જ... ગુજરાત STનો લાખો મુસાફરોના હિતમાં મોટો નિર્ણય, સૌથી મોટું ટેન્શન થયું દૂર

Big decision of GSRTC: રક્ષાબંધનનો તહેવાર સનાતન ધર્મમાં મોટો તહેવાર ગણાય છે. જે તહેવાર લોકો પોતાના વતનમાં મનાવવાનો વધુ પસંદ કરે છે. જેથી તહેવાર અગાઉ બસ સ્ટેશનો અને રેલવે સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ જામે છે.

STનો એક્શન પ્લાન

Big decision of GSRTC

follow google news

Big decision of GSRTC: રક્ષાબંધનનો તહેવાર સનાતન ધર્મમાં મોટો તહેવાર ગણાય છે. જે તહેવાર લોકો પોતાના વતનમાં મનાવવાનો વધુ પસંદ કરે છે. જેથી તહેવાર અગાઉ બસ સ્ટેશનો અને રેલવે સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ જામે છે. પૈસા કમાવવા પોતાના ઘર, પરિવારથી દૂર રહેતા લોકો તહેવાર મનાવવા માટે પોત-પોતાના વતનમાં જાય છે. જેથી તેમને અવરજવરમાં સરળતા રહે તે માટે એસટી નિગમ દ્વારા વધારાની બસોનું સંચાલન કરવામાં આવતું હોય છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધન (Raksha Bandhan 2024)ને લઈ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે GSRTC દ્વારા 6500 એકસ્ટ્રા ટ્રીપ આયોજન કરવામાં આવ્યું છે. 

એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે

રક્ષાબંધનના તહેવારને લઈ મુસાફરોને અગવડતા ન પડે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા  17 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી અંદાજિત 6,500 જેટલી એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે. સમગ્ર મામલે એસટી નિગમના ઇન્ચાર્જ આર.ડી ગલચરે જણાવ્યું હતું કે, 'ચાલુ વર્ષે નિગમ દ્વારા 17 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી રક્ષાબંધનના તહેવારો દરમિયાન એસ.ટી. નિગમ દ્વારા અંદાજિત 6,500 જેટલી એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરવાના છે.' 

તમામ ડેપોમાં અપાઈ છે સૂચનાઃ આર.ડી ગલચર

તેમણે જણાવ્યું કે, અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા, રાજકોટ, જામનગર સહિતના ડિવિઝનમાંથી ટ્રાફિક પ્રમાણે એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવશે. તમામ ડેપોમાં સૂચના આપવામાં આવી છે કે પ્રવાસીઓની ટ્રાફિકને પહોંચી વળવા માટે પ્રવાસીઓની જરૂરિયાત મુજબ બસ દોડાવવામાં આવે. જે રૂટ પર વધુ ટ્રાફિક હોય તે રૂટ પર એક્સ્ટ્રા દોડાવવી. જેથી પેસેન્જર સમયસર વતન પહોંચી શકે. 

ગત વર્ષે 3 લાખ મુસાફરોએ લીધો હતો લાભ

તેઓએ વધુમાં જણાવ્યું કે, ગત વર્ષે પણ રક્ષાબંધનના તહેવારમાં 6000 જેટલી એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરી 3 લાખ જેટલા મુસાફરોને લાભ અપાયો હતો. એસટી નિગમની વેબસાઈટ www.gsrtc.in ઉપરથી અને નિગમની મોબાઈલ એપ્લીકેશન પરથી તમામ મુસાફરો એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગ કરી શકશે.

    follow whatsapp