કચ્છ: ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે ગુજરાતના ATS એક્શન મોડમાં જોવા મળ્યું છે. ગુજરાત ATSએ ISI માટે જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ વચ્ચે ગુજરાત ATS એ ભૂજમાંથી નિલેશ બડીયા નામના શખ્સની ધરપકડ કરી છે. જેના પર આરોપ છે કે તે દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલી રહ્યા છે.
ADVERTISEMENT
દેશની ગુપ્ત માહિતી અન્ય દેશના હાથમાં લગતા અનેક મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. આ દરમિયાન ગુજરાત ATSને મોટી સફળતા હાથ લાગી છે. દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલવાના આઓપને લઈને ગુજરાત ATS દ્વારા ભૂજના નિલેશ બલિયા નામના શખ્સની ધરપકડ કરી છે. નિલેશ બલિયા પાકિસ્તાનના હેન્ડલરને ગુપ્ત માહિતી આપતો હતો. તેમજ નિલેશ કચ્છ BSF યુનિટમાં પટ્ટાવાળા તરીકે કામ કરતો હતો. અને પાકિસ્તાનને માહિતી આપવાના બદલામાં તેમણે પૈસા પણ આપવામાં આવતા હતા. ત્યારે આ મામલે વધુ ખુલાસા થઈ શકે છે.
હનીટ્રેપમાં ફસાયો હતો નિલેશ બલિયા
ગુજરાત ATS ને જાણવા મળ્યું કે નિલેશ બલિયા કચ્છ BSF યુનિટમાં પટ્ટાવાળા તરીકે કામ કરતો હતો. આ દરમિયાન તેમને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો. જે પછી હનીટ્રેપમાં ફસાયા બાદ BSFની માહિતી પાકિસ્તાન સુધીં પહોંચાડી હતી. એટલું જ નહીં તેને અદિતિ નામની બનાવટી પ્રોફાઈલની મદદથી માહિતી મોકલતો હોવાની વિગતો પણ સામે આવી છે.
(વિથ ઈનપુટ: કૌશિક કાંઠેચા, કચ્છ)
ADVERTISEMENT