- ચૈતર વસાવા બાદ તેમના પત્ની શકુંતલાબેનના પણ જામીન મંજૂર
- શકુંતલાબેન સહિત અન્ય બે આરોપીઓના પણ જામીન મંજૂર
- ગઇકાલે ચૈતર વસાવાને જેલમુક્ત કરાયા હતા
Narmada News: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના શરતી જામીન મંજૂર થયા બાદ આજે તેમના પત્ની શકુંતલાબેનના સેશન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા છે. ચૈતર વસાવા સહિત અન્ય 7 આરોપીઓના જામીન અગાઉ મંજૂર થઈ ચૂક્યા છે, આજે જિલ્લાની સેશન કોર્ટે ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેનના જામીન મંજૂર કર્યા છે. શકુંતલાબેન સહિત અન્ય બે આરોપીઓના પણ જામીન મંજૂર કરવામાં આવ્યા છે. વન વિભાગના કર્મચારીઓને માર મારવાનો, ધમકાવવાના ગુનામાં ધારાસભ્ય સહિત તમામના જામીન કોર્ટે મંજૂર કર્યા છે.
ADVERTISEMENT
ચૈતર વસાવા શરતી જામીન પર બહાર
જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક સેસન જજ એન. આર. જોશીની કોર્ટ ચૈતર વસાવાના શરતી જામીન મંજુર કર્યા હતા. ચૈતર વસાવા પર વન કર્મીઓને માર મારવા અને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવાનાં ગુન્હામાં રાજપીપળા જેલમાં બંધ કરવામાં આવ્યા હતા. ચૈતર વસાવાને જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી નર્મદા જિલ્લાની હદમાં બહાર રાખવાની સરતે જામીન આપ્યા છે. કોર્ટે એક લાખ રૂપિયાના શરતી જામીન મંજૂર કર્યા છે. ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી નર્મદા અને ભરૂચ સિવાયના વિસ્તારમાં રેહવાનું રેહશે.
કોણ છે ચૈતર વસાવા?
– ચૈતર વસાવા સામાન્ય પરિવારમાંથી આવે છે. તે 10-12 વર્ષથી સક્રિય રાજકારણમાં છે
– ગુજરાત વિધાનસભાના ચૂંટણીમાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સીટ પરથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાની જીત થઈ હતી.
– આ ચૂંટણીમાં ચૈતર વસાવાને એક લાખથી વધુ વોટ મળ્યા હતા. તેમના પત્ની શકુંતલા વસાવા બે વખત નર્મદા જિલ્લા પંચાયતનાં સભ્ય રહી ચૂક્યા છે.
ADVERTISEMENT