BIG BREAKING: ગુજરાતની પાલિકાઓને સરકારની મોટી ભેટ, એક ઝાટકે ફાળવી 100,00,00,000 રૂપિયાની ગ્રાન્ટ

Gujarat Tak

21 Jul 2024 (अपडेटेड: Jul 21 2024 5:09 PM)

Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી વિસ્તારોના રસ્તાઓને ચોમાસા દરમિયાન થતું નુકસાન નિવારી આવા રસ્તાઓના રિસરફેસીંગ તથા રીપેરીંગ માટે કુલ રૂ. 100 કરોડની રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે.

 BIG BREAKING

સરકારની મોટી ભેટ

follow google news

Gandhinagar News: મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી વિસ્તારોના રસ્તાઓને ચોમાસા દરમિયાન થતું નુકસાન નિવારી આવા રસ્તાઓના રિસરફેસીંગ તથા રીપેરીંગ માટે કુલ રૂ. 100 કરોડની રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે.  નગરો-શહેરોમા વસવાટ કરતાં લોકોને સારા રસ્તાની સુવિધા સાથે માર્ગ સલામતી મળે અને ઈઝ ઓફ લિવિંગમાં વધારો થાય એવો જનહિત ઉદ્દેશ્ય મુખ્યમંત્રીએ આ નાણાં ફાળવણીમાં રાખ્યો છે. 

CM ભૂપેન્દ્ર પટેલે કરી નાણાની ફાળવણી

રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે શહેરો, નગરોના  રસ્તાઓને  થયેલું નુકસાન દુરસ્ત કરવા  નગરપાલિકાઓ પોતાનું આગોતરું આયોજન અત્યારથી જ હાથ ધરી શકે તેવા હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ  નાણાં ફાળવણી એડવાન્સમાં કરવાનો અભિગમ અપનાવ્યો છે.

આ યોજનામાંથી ફાળવ્યા નાણા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં રાજ્યની સ્થાપનાના સ્વર્ણિમ જયંતિ વર્ષે શરૂ કરેલી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નાણાં ફાળવ્યા છે. આ અન્વયે મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ 2024-25ના વર્ષ માટે શહેરી વિકાસ વિભાગે 400 કરોડ રૂપિયાની ગ્રાન્ટની જોગવાઈઓ કરેલી છે. 

100 કરોડ રૂપિયા ફાળવવાની અનુમતિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 157 નગરપાલિકાઓમાં રસ્તાના રિપેરીંગ-રિસરફેસીંગની કામગીરી ચોમાસું પૂરું થયે વહેલી તકે શરૂ થઈ શકે  અને નાગરિકોને ત્વરાએ સારા સુવિધા યુક્ત માર્ગો  ઉપલબ્ધ બને તે માટે નગરપાલિકાઓની કેટેગરી મુજબ  કુલ 100 કરોડ રૂપિયા ફાળવવાની અનુમતિ આપી છે.

કઈ નગરપાલિકાને કેટલા મળશે?

તદ્અનુસાર 'અ' વર્ગની 22 નગરપાલિકાઓને પ્રત્યેકને રૂ. 1 કરોડની, 'બ' વર્ગની 30 નગરપાલિકાઓને નગરપાલિકા દીઠ રૂ. 80 લાખ, 'ક' વર્ગની 60 નગરપાલિકાઓને પ્રત્યેકને રૂ. 60 લાખ અને 'ડ' વર્ગની 45 નગરપાલિકાઓને પાલિકા દીઠ રૂ. 40 લાખની સૂચિત ફાળવણી  માર્ગોની મરામત વગેરે કામો માટે કરાશે.  આ મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત રાજ્ય સરકારે વર્ષ 2023-24 સુધીમાં નગરપાલિકાઓને માર્ગ મરામત અને સુવિધાયુક્ત માર્ગો માટે કુલ 810.94 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપેલી છે. 
 

    follow whatsapp