Porbandar Drugs Seized Again: પોરબંદરના સમુદ્ર કિનારા પરથી ફરી એકવાર મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને NCBએ સંયુક્ત ઓપરેશન પાર પાડી દરિયામાંથી ડ્રગ્સનો મસમોટો જથ્થો પકડી પડ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, રૂ.450 કરોડથી વધુનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. તેમજ 70થી 80 ડ્રગ્સના પેકેટ સાથે 6 પાકિસ્તાનીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે. ઝડપાયેલા તમામ આરોપીઓને પોરબંદર લાવવામાં આવશે.
ADVERTISEMENT
13 દિવસ પહેલા પણ ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો
હજુ લગભગ 13 દિવસ પહેલા જ અહીથી ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. જેમાં 3132 કિલો ડ્રગ્સનો જથ્થો NCB, ગુજરાત ATS તથા નેવી સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા સંયુક્ત ઓપરેશન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ અલગ અલગ ત્રણ પ્રકારનાં ડ્રગ્સ મળી આવ્યાં હતા. આ દરમિયાન પાંચ જેટલા પાકિસ્તાની ક્રૂ મેમ્બરની ધરપકડ પણ કરવામાં આવી હતી અને તમામ આરોપીઓને મેડિકલ ચેકઅપ બાદ પોરબંદર જ્યૂડિયશલ ફર્સ્ટ કોર્ટમાં 15 દિવસના રિમાન્ડ માટે મોકલવામાં આવ્યા હતા. આ તમામ આરોપીઓ પાકિસ્તાની છે. જેઓ ઇરાની બોટમાં સવાર હતા. જેમના વિરુદ્ધ પોરબંદરના નવીબંદર મરીન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT