Big Breaking: આખરે ધારાસભ્ય Chaitar Vasava નો જેલવાસ પૂર્ણ, AAP માટે રાહતના સમાચાર

ચૈતર વસાવા શરતી જામીન પર બહાર લગભગ 50 દિવસ બાદ આજે જેલવાસપૂર્ણ ચૈતર વસાવાના શરતી જામીન મંજુર AAP MLA Chaitar Vasava bail: લોકસભાની ચૂંટણી પહેલા…

Big Breaking

Big Breaking

follow google news
  • ચૈતર વસાવા શરતી જામીન પર બહાર
  • લગભગ 50 દિવસ બાદ આજે જેલવાસપૂર્ણ
  • ચૈતર વસાવાના શરતી જામીન મંજુર

AAP MLA Chaitar Vasava bail: લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી માટે મોટા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) લગભગ 50 દિવસ બાદ આજે જેલવાસપૂર્ણ કરી બહાર આવ્યા છે.

ચૈતર વસાવા શરતી જામીન પર બહાર

જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક સેસન જજ એન. આર. જોશીની કોર્ટ ચૈતર વસાવાના શરતી જામીન મંજુર કર્યા હતા. ચૈતર વસાવા પર વન કર્મીઓને માર મારવા અને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવાનાં ગુન્હામાં રાજપીપળા જેલમાં બંધ કરવામાં આવ્યા હતા. ચૈતર વસાવાને જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી નર્મદા જિલ્લાની હદમાં બહાર રાખવાની સરતે જામીન આપ્યા છે. કોર્ટે એક લાખ રૂપિયાના શરતી જામીન મંજૂર કર્યા છે. ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી નર્મદા અને ભરૂચ સિવાયના વિસ્તારમાં રેહવાનું રેહશે.

કોણ છે ચૈતર વસાવા?

– ચૈતર વસાવા સામાન્ય પરિવારમાંથી આવે છે. તે 10-12 વર્ષથી સક્રિય રાજકારણમાં છે
– ગુજરાત વિધાનસભાના ચૂંટણીમાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સીટ પરથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાની જીત થઈ હતી.
– આ ચૂંટણીમાં ચૈતર વસાવાને એક લાખથી વધુ વોટ મળ્યા હતા. તેમના પત્ની શકુંતલા વસાવા બે વખત નર્મદા જિલ્લા પંચાયતનાં સભ્ય રહી ચૂક્યા છે.

    follow whatsapp