અમદાવાદ : દિલ્હીની AAP સરકાર અને ગુજરાતના ભાજપ વચ્ચે શિક્ષણ મુદ્દે ટ્વીટર વૉર છેડી હતી. વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં આપ દિલ્હીનું શિક્ષણ મોડલ રજૂ કરીને લોકોને મતદાન માટે આકર્ષીત કરી રહી છે. ગુજરાતના શિક્ષણ મોડલ પર સવાલો ઊઠાવી રહી છે. ભાજપ પણ જો કે આ મુદ્દે આપને એક્સપોઝ કરવાના મુડમાં છે. ગુજરાત ભાજપનું સોશિયલ મીડિયા પણ કેજરીવાલના આરોપોને ફગાવતું રહે છે. તેવામાં ભાજપ નેતા યજ્ઞેશ દવેએ એક RTI મુકીને કેજરીવાલના બહાને આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા હતા.
ADVERTISEMENT
ભાજપ પ્રવક્તાએ ટ્વીટ કરી આપને અસહજ કરી દીધી
ભાજપ નેતા યજ્ઞેશ દવેએ ટ્વિટ કરતા કેજરીવાલે દિલ્હીની એક પણ શાળાની મુલાકાત ન લીધી હોવાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો. 2015થી 2022 સુધી એક પણ શાળાની મુલાકાત લીધી નહી હોવાનું ટ્વીટ કર્યું હતું. કોઇ વિદ્યાર્થી કે શિક્ષક સાથે સંવાદ પણ નહી કર્યો હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત કોઇ પણ ધારાસભ્યે શાળામાં ગ્રાન્ટ પણ નહી ફાળવી હોવાનો આરોપ લગાવ્યો હતો. સીધી જ રીતે કેજરીવાલ પર ટાર્ગેટ કરતાં લખ્યુ કે, ગુજરાતના લોકોને જે રેવડી ખવડાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે, તેમાં હળહળતું જુઠ્ઠું છે. RTIના માધ્યમથી મળેલી માહિતીને આધારે યજ્ઞેશ દવેએ દાવાઓ કર્યા હતા.
ચૂંટણી નજીક આવતા રાજકીય નેતાઓ વચ્ચે શાબ્દિક ટપાટપી
ઉલ્લેખનીય છે કે, બીજી તરફ ગુજરાત આપના નેતાઓ પણ ભાજપ પર શિક્ષણના મુદ્દે શાબ્દિક ટપાટપી કરતા રહે છે. ભાજપના RTI બોંબના પડઘા હજુ સુધી આપ સુધી પહોંચ્યા નથી લાગતા અથવા તો આપ નેતાઓ જવાબ આપી શકે તેમ નથી. ભાજપના દરેક નેતાઓના મુદ્દે પ્રતિક્રિયા આપના નેતાઓ આ અંગે હજી સુધી કોઇ પ્રતિક્રિયા આપી નથી. ગુજરાતમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જઈ રહી છે તેમ તેમ પાર્ટીઓ વચ્ચે તમામ મોરચે ટપાટપી થઇ રહી છે.
ADVERTISEMENT