અમદાવાદ : આગામી 31 માર્ચથી IPL 2023 શરૂ થવાની છે. જેના પગલે સટ્ટોડિયાઓ પણ તૈયાર થઇ ચુક્યા છે. આઈપીએલ ટૂર્નામેન્ટ પહેલા મેગાસિટી અમદાવાદમાં સૌથી મોટા સટ્ટા રેકેટનો પર્દાફાશ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. જેના કારણે સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના દૂધેશ્વરમાં આવેલી એક ખાનગી ઓફિસમાં દરોડો પાડીને PCBની ટીમ દ્વારા સટ્ટો રમાડનારા 4 આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં 1 હજાર 800 કરોડથી વધારેના રૂપિયાના વ્યવહારો પણ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપીઓએ સટ્ટો રમાડવા અને બેંક એકાઉન્ટ મેનેજ કરવા આ ઓફિસ રાખી હોવાનું પણ સામે આવતા પોલીસ ચોંકી ઉઠી છે.
ADVERTISEMENT
આ ઓફીસમાંથી ઇન્ટરનેશનલ એકાઉન્ટ મેનેજ થતા હતા
આ ઓફિસમાંથી ઈન્ટરનેશનલ એકાઉન્ટ મેનેજ કરવામાં આવતા હતા. PCBની તપાસમાં 500થી વધારે એકાઉન્ટ મળી આવ્યા છે. આ ઉપરાંત 100 જેટલા સિમકાર્ડ અને મોબાઈલ પણ મળી આવ્યા છે. IPl સટ્ટાકાંડમાં રેડ દરમિયાન નામચીન બુકીઓના ઓનલાઈન આઈડી પણ મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા. જેમા મહાદેવ બુક, ક્રિષ્ના રેડ્ડી બુકના સટ્ટા એકાઉન્ટ મળી આવ્યા છે. ડાયમંડ એક્સચેન્જ નામના અનેક ઓનલાઈન સટ્ટા મળી આવ્યા છે. PCBની ટીમે સટ્ટાના પૈસા મેનેજમેન્ટ કરી રહેલા ચાર આરોપીની પણ ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઓનલાઇન સટ્ટાના માલિકો હવે ઓફીસ રાખે વેપાર કરે છે
અત્રે ઉલ્લેખનીય છે કે, આ મહિને જ સુરતમાંથી ઓનલાઈન સટ્ટો રમાડતા 11 આરોપીઓની ધરપકડ કરાઇ હતી. સુરતના મોટા વરાછા ખાતે આવેલા તુલસી આર્કડમાં ઉતરાણ પોલીસે રેડ કરી ઓનલાઇન સટ્ટો રમી રૂપિયા ટ્રાન્સફર કરતી સંસ્થાનો પર્દાફાશ કર્યો હતો. આ દરમિયાન ઉતરાણ પોલીસે સટ્ટા રેકેટ ચલાવતા 11 આરોપીઓની ધરપકડ કરી હતી. આ ઉપરાંત લાખોનો મુદ્દા માલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ક્રાઇમબ્રાંચની પણ તપાસ આદરી હતી. આ તપાસમાં સાયબર ક્રાઇમ પોલીસ પણ જોડાઈ હતી. આ તમામ યુવકો 15 જેટલી એપ્લિકશન્સની માધ્યમથી સટ્ટો રમતા અને રમાડતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ દરમિયાન પોલીસે 15 જેટલા લેપટોપ, કોમ્પ્યુટર, મોબાઈલ પણ કબ્જે લીધા છે. પોલીસે 11 ને આરોપીને ઝડપી મુખ્ય આરોપી દિલ્હીના અજયની શોધ ખોળ હાથ ધરી હતી.
ADVERTISEMENT