અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફુંકાઇ ચુક્યું છે. ગુજરાતના તમામ પક્ષો પોતપોતાની સરકાર બની રહી હોવાના દાવા ઠોકી રહી છે. જો કે હાલમાં સૌથી વિશ્વસનીય સર્વે પૈકીના એક સર્વે CSDS અનુસાર ગુજરાતમાં અનેક ચોંકાવનારા પરિવર્તનો આવી શકે છે. આ સર્વે અનુસાર કોગ્રેસ હવે પોતાનું વિપક્ષનું પદ પણ ગુમાવે તેવી શક્યતા છે.
ADVERTISEMENT
2017 માં ગુજરાતમાં 49 ટકા મત મેળવીને ભાજપે 182 પૈકી 99 સીટ પર કબ્જો કરીને સરકાર બનાવી હતી. કોંગ્રેસ મજબુત વિપક્ષની ભુમિકા નિભાવી શકે તેમ હતું. પરંતુ આંતરિક વિખવાદ અને નબળા પ્રદર્શનના કારણે ન માત્ર નાગરિકો પરંતુ કોંગ્રેસના પરંપરાગત વોટર્સ પણ હવે કોંગ્રેસથી નિરાશ હોવાનું સર્વેમાં સ્પષઅટ થઇ રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટી કોંગ્રેસ જેટલો જ વોટશેર કરી રહી છે. એટલે કે ભાજપનો 2017 ની વિધાનસભામાં 49 ટકા મત મળ્યા હતા, જે આ વર્ષે 2 ટકા ઘટીને 47 ટકા થઇ ગયા છે. ભાજપને 2 ટકા મત જ ઓછા થયા છે. જો કે ગુજરાત કોંગ્રેસ કે જે ગત્ત ચૂંટણીમાં 41 ટકા વોટશેર સાથે વિપક્ષી પાર્ટી હતી તેને આ વખતે માત્ર 21 ટકા લોકોએ જ પસંદ કરી છે. એટલે કે સીધો જ 20 ટકાનો ઘટાડો થયો જે ખુબ જ ચોંકાવનારો છે. જ્યારે ભાજપના 2 ટકા અને કોંગ્રેસનાં 20 ટકા લોકો સાથે આમ આદમી પાર્ટીને 21 ટકા લોકોએ પસંદ કરી છે. જેથી એક મહિના પહેલા જ આમ આદમી પાર્ટી કોંગ્રેસની બરાબરી કરવા લાગી છે. જે ચૂંટણી સુધીમાં વધી જશે જેથી સ્પષ્ટ રીતે આમ આદમી પાર્ટી સરકાર તો નહી બનાવી શકે પરંતુ મજબુત વિપક્ષ બની જશે.
બીજી તરફ ભાજપના માત્ર 2 ટકા મતદારો જ આમ આદમી પાર્ટી તરફ આકર્ષિત થયા છે પરંતુ કોંગ્રેસના કુલ 20 ટકા મતદારોને આમ આદમી પાર્ટીએ ઝુંટવી લીધા છે. જે આમ આદમી પાર્ટીની સફળતા કહો કે કોંગ્રેસની નિષ્ફળતા પરંતુ લોકો હવે કોંગ્રેસને મત્ત આપવા કરતા મત જ ન આપવો તેવું વિચારી રહ્યા હોય તેવું એક ચિત્ર ઉપસી રહ્યુ છે.
(તમામ આંકડા CSDS ના સર્વેના આધારે)
ADVERTISEMENT