અમદાવાદ: એક તરફ રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ત્યારે બીજી તરફ આરોપ પ્રત્યારોપની રાજનીતિ વેગ પકડી રહી છે. આ દરમિયાન હવે ચૂંટણી નજીક આવતા એકઉન્ટ હેક થવાની શરૂઆત થઈ છે તેમ લાગી રહ્યું છે. ત્યારે રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાનું ફેસબૂક એકાઉન્ટ હેક થયું હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે કોંગ્રેસે ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાને ટોણો માર્યો છે.
ADVERTISEMENT
કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવળે રાજ્યના પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાને ટ્વિટ કરતાં કહ્યું કે, ફેસબુક એકાઉન્ટ હેક થયું હોય એમ પ્રાથમિક રીતે દેખાઈ આવે છે. જોકે હજી સુધી મુકાયેલ હાસ્ય રસિક વીડિયોથી મંદી, મોંઘવારી અને બરોજગરીથી પીડાતી પ્રજાને ક્ષણિક આનંદ મળ્યો તે બદલ ધન્યવાદ.
એકઉન્ટ હેક થયું ?
રાજ્યના પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના ફેસબૂક પેજ પર સામાન્ય રીતે પક્ષ અને પોતાના કાર્ય અંગેની પોસ્ટ થતી હોય છે. ત્યારે છેલ્લા થોડા દિવસથી તેમના એકાઉન્ટમાં ફની પોસ્ટ થઈ રહી છે. ત્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું એકાઉન્ટ હેક થયું હોય તેમ લાગી રહ્યું છે. આ દરમિયાન કોંગ્રેસે ટોણો મારતા લોકોની સમસ્યા પણ મૂકવાનું કહ્યું છે. જૂનના બીજા સપ્તાહથી જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના વેરીફાઇડ પેજ પર ફની વીડિયો મૂકવામાં આવી રહ્યા છે. ફેસબુક પેજ અંગે ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ કહ્યું કે હા મારુ એકાઉન્ટ હેક થયું છે. અને હું મારી એક્સપર્ટ ટીમનો સહારો લઈ રહ્યો છું.
ADVERTISEMENT