અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બે તબક્કામાં યોજાઇ હતી. 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે બંન્ને તબક્કાનું મતદાન પુર્ણ થઇ ચુક્યું છે અને પરિણામ 8 ડિસેમ્બરે મતદાનના પરિણામો જાહેર થશે. રાજ્યમાં હાલના એક્ઝિટ પોલ અનુસાર ભાજપ સરકાર બનાવશે તેવું સ્પષ્ટ ચિત્ર દરેક સર્વેમાં ઉભરી રહ્યું છે. જો કે અગાઉની મોટા ભાગની સરકારો કમુરતામાં બની હતી. જેમાં 3 વાર નરેન્દ્ર મોદીએ પણ કમુરતામાં શપથ ગ્રહણ કર્યા હતા. જો કે આ વખતે કમુરતા પહેલા જ રિઝલ્ટ આવી જવાનું છે. ત્યારે નવી સરકારની રચના પણ કમુરતા પહેલા જ થઇ જાય તેવા સંજોગો ઉત્પન્ન થઇ રહ્યા છે. જેના પગલે આગામી 14 ડિસેમ્બરે મુખ્યમંત્રી સહિત નવી સરકારનું આખુ મંત્રીમંડળ શપથ ગ્રહણ કરે તેવી શક્યતા છે. આ સમયે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બીએપીએસના એક કાર્યક્રમમાં ગુજરાત આવી રહ્યા છે. ત્યારે બંન્ને કામ એક સાથે થઇ જાય તેવી શક્યતાઓ જોવાઇ રહી છે.
ADVERTISEMENT
જો કમુરતામાં સરકાર બનાવવાની વાત કરીએ તો 22 ડિસેમ્બર, 2002 માં તેમના આખા મંત્રીમંડળે શપથ લીધા હતા. 2007 માં 23 ડિસેમ્બરે નેન્દ્ર મોદી સરકારના મંત્રીમંડળના શપથવિધિ યોજાઇ હતી. જ્યારે 2012 માં 20 ડિસેમ્બરે નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકેશપથ લીધા હતા. આ પ્રકારે 3 વાર મોદીએ કમુરતામાં જ શપથ લેવા પડ્યા હતા. જ્યારે વિજય રૂપાણીએ પણ ગત્ત ચૂંટણીમાં શપથ લેવા પડ્યા હતા. જો કે આ વખતે 14 ડિસેમ્બરે કમુરતા બેસે તે પહેલા જ ભુપેન્દ્ર પટેલ અને તેમના મંત્રીમંડળના શપથ લેવાય તેવી શક્યતા છે.
અત્રે ઉલ્લેખનીય છેકે, 14 ડિસેમ્બરે બીએપીએસ દ્વારા પ્રમુખ સ્વામી જન્મશતાબ્દીના કાર્યક્રમમાં પીએમ હાજર રહે તેવી શખ્યતા છે. તેવામાં હાલમાં જ જીતેલા ઉમેદવારો રાજ્યના નવા મુખ્યમંત્રીની પસંદગી થશે. ત્યારે જ પીએમની હાજરીમાં જ તેઓ શપથ ગ્રહણ સમારોહનું આયોજન થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
ADVERTISEMENT