અમદાવાદ : ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલની સરકાર બનશે કે કેમ તે અંગે હાલ મતમતાંતર જોવા મળી રહ્યા છે. આપ સરકાર બનાવવાનો દાવો ઠોકી રહી છે. જ્યારે કોંગ્રેસ પણ આ વખતે ભુક્કા બોલાવી દેવાના મુડમાં છે. જો કે આપ આ વખતે સૌથી વધારે આક્રમક દેખાઇ રહ્યું છે. જો કે રાજકીય પંડિતોના અનુસાર ભાજપ સરકાર બનાવે તે લગભગ નિશ્ચિત જ માનવામાં આવી રહ્યું છે. આજે ભુપેન્દ્ર પટેલની સરકારને 1 વર્ષ પુર્ણ થવા આવ્યું છે. આ પ્રસંગે ભવ્ય સમારંભનું આયોજન કરાયું હતું. જેમાં અમિત શાહ પોતે વર્ચ્યુઅલ રીતે હાજર રહ્યા હતા. જેમાં તેમણે ચૂંટણીથી માંડીને મુખ્યમંત્રીપદના ચહેરા સુધી અનેક મહત્વના ઇશારા કર્યા હતા.
ADVERTISEMENT
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલ હાજરી આપી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સમારંભમાં હાજર રહ્યા હતા જેમાં તેમણે ગુજરાતની ભુપેન્દ્ર પટેલ સરકારના ખુબ જ વખાણ કર્યા હતા. શાહે જણાવ્યું કે, ભુપેન્દ્ર પટેલે કાંઇ હોહા કર્યા વગર સાયલન્ટલી ખુબ જ સારુ કામ કર્યું છે. તેઓ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમના પર અનેક લોકોએ સવાલો ઉઠાવ્યા હતા. જો કે તેમણે મોઢેથી જવાબ આપવાના બદલે પોતાનાં કામથી આ લોકોના મોઢા ચુપ કરાવી દીધા છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખુબ જ સુદ્રઢ બની છે. જે પ્રકારે ડ્રગ્સ પર તેમણે સર્જિકલ સ્ટ્રાઇક કરી છે તે આખો દેશ જોઇ રહ્યો છે.
ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ન ભાજપ પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવશે
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, ભુપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં ન માત્ર ભાજપ સરકાર બનાવશે પરંતુ પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવશે. ભાજપને સ્પષ્ટ નહી પરંતુ બે તૃતિયાંશ (130 થી વધારે) બેઠકો સાથે સરકાર બનાવશે. આ સરકાર આગામી પાંચ વર્ષમાં ગુજરાતને નવી ઉંચાઇઓ સુધી પહોંચાડશે તેવો મને ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ પર વિશ્વાસ છે.
વાયદાના વેપારીઓને ગુજરાતીઓ ઓળખી ચુક્યાં છે
જો કે હાલમાં જે પ્રકારે આપ ગુજરાતમાં આગળ વધી રહ્યું છે તે જોતા પીએમ મોદી હોય કે ગૃહમંત્રી અમિત શાહ દરેક તેમના પર નિશાન સાધતા જ રહે છે. આજે પણ તેમને કેજરીવાલ પર આડકતરો પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાતની પ્રજાને હું ઓળખું છું. સપનાના સોદાગરોને ક્યારે પણ અહીં સફળતા નહી મળે. ગુજરાતીઓ એવી રીતે કાઢી મુકશે કે ફરી ક્યારેય ગુજરાત સામે ઉંચી આંખ કરીને જોશે પણ નહી.
ADVERTISEMENT