ગાંધીનગરઃ ગુજરાતની વિધાનસભા ચૂટણી જીત્યા પછી બીજી વખત ભુપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી તરીકેના શપથ લેવડાવાયા હતા. તેમના મંત્રી મંડળમાં 8 કેબિનેટ અને 8 રાજ્ય કક્ષાના એમ 16 ધારાસભ્યોએ સોમવારે સવારે મંત્રી પદના શપથ લીધા હતા. જેમાંથી પાંચ ધારાસભ્ય સૌરાષ્ટ્રમાંથી મળ્યા છે કે જેમને મંત્રી પદના શપથ લીધા છે. આ પાંચ ધારાસભ્યોમાં રાઘવજી પટેલ, મૂળુભાઈ બેરા, ભાનુબેન બાબરિયા, પુરુષોત્તમ સોલંકી, કુંવરજી બાવળીયાનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
કોને મળ્યા કેટલા મત
ઉપરોક્ત મંત્રી પદની શપથ લેનારા મંત્રીઓ પૈકીના જસદણ બેઠકના ધારાસભ્ય કુંવરજી બાવળિયાની વાત કરએ તો, જસદણ બેઠક પરથી ચૂંટણી લડીને જીતી ચુકેલા છે. કુંવરજી બાવળિયાને 63808 મત મળ્યા હતા. 16172 મતની લીડ સાથે તેઓ જીત્યા હતા અને હવે તેઓ મંત્રી મંડળમાં શામેલ થયા છે. પુરુષોત્તમ સોલંકીને ભાજપે ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી ચૂંટણી લડાવી હતી ત્યાંથી તેમણે 116034 મત મેળવ્યા હતા. તેમણે અહીં 73484ની જંગી લીડ સાથે ચૂંટણી જીતી હતી. ભાનુબેન બાબરિયાને ભાજપે રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી ચૂંટણી જંગમા ઉતાર્યા હતા જ્યાંથી તેમણે 119353 મત મેળવ્યા હતા. તેમની લીડ 48604 હતી અને હવે તેઓ સમસ્ત ભુપેન્દ્ર પટેલ મંત્રી મંડળમાં સ્થાન પામનારા એક માત્ર મંત્રી છે.
જામનગર ગ્રામ્ય બેઠક પરથી ચૂંટણી જીતેલા રાઘવજી પટેલને 79439 મત મળ્યા હતા. તેઓ અહીંથી 47500ની લીડ સાથે જીત્યા હતા. તે પછી મંત્રી પદમાં સ્થાન પામનારા મુળુભાઈ બેરા છે, જેમણે આમ આદમી પાર્ટીના સીએમ ફેસ એવા ઈસુદાન ગઢવીને હરાવીને 77834 મત મેળવ્યા હતા. અહીં તેમની લીડ પણ 18745ની જંગી લીડ હતી.
ADVERTISEMENT