નરેન્દ્ર પેપરવાલા.નર્મદાઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લામાં બીજેપીના સ્થાનિક ધારાસભ્યોને દૂર રાખીને જિલ્લા બીજેપીના હોદ્દેદારો અને કાર્યકરો સાથે બંધ બારણે બેઠક કરી હતી. તેઓની સાથે મુખ્યમંત્રીએ વિવિધ બાબતોની ચર્ચાઓ કરી અને સાથે તેઓની રજૂઆતો પણ સાંભળી હતી. આ મામલાને લઈને સ્થાનિક રાજકારણમાં ચકમક જોવા મળી રહી છે. રાજકીય ચર્ચાઓના વર્તૂળમાં આ મુલાકાતને લોકસભાના પડઘમ તરીકે જોવામાં આવી રહી છે. ચૂંટણીને ધ્યાને લઈ કદાવર નેતાઓ કરતા કાર્યકરોના મન કળવાનો પ્રયત્ન મુખ્યમંત્રી કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ADVERTISEMENT
ધારાસભ્યોને રાખ્યા મિટિંગ હોલની બહાર
રાજયના મુખ્યમંત્રી છોટાઉદેપુર આવ્યા હતા. જ્યાં તેઓએ છોટાઉદેપુર ખાતે દરબાર હોલમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈ કાર્યકરો સાથે મિટિંગમાં જિલ્લાના ત્રણે ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખને મિટિંગથી દુર રાખ્યા હતા. જ્યારે આ મિટિંગમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો સાથે બંધ બારણે ચર્ચા કરી હતી. છોટાઉદેપુર જિલ્લાના તમામ સમસ્યાઓ અને જિલ્લાની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બીજેપીના ધારાસભ્યોને મિટિંગ હૉલની બહાર બેસાડીને કાર્યકરો સાથે મુક્ત મને ચર્ચા કરી હતી.
ADVERTISEMENT